Vadodara

નશાના કાળા કારોબારનો પર્દાફાશ: ₹91 હજારથી વધુનો મુદ્દામાલ ઝડપાયા બાદ મુખ્ય સપ્લાયરની ધરપકડ

Published

on

  • વોન્ટેડ સપ્લાયર ઝડપાયો: બાપોદ પોલીસના NDPS કેસમાં સંડોવાયેલા હિરવ પંડ્યાને એસ.ઓ.જી.એ ધરપકડ કરી.
  • મોટો જથ્થો કબજે: અગાઉની રેઈડમાં ₹91,141ની કિંમતનું નશાકારક સીરપ અને ટેબલેટ મળી આવ્યા હતા.
  • અગાઉનો ગુનો: આરોપી હિરવ પંડ્યા સામે અગાઉ પણ સી.ટી. પોલીસ સ્ટેશનમાં નશાકારક પદાર્થોની હેરાફેરીના ગુના નોંધાયેલા છે.
  • એસ.ઓ.જી.ની સફળતા: ટેકનિકલ અને હ્યુમન ઈન્ટેલિજન્સ દ્વારા તપાસ કરીને પોલીસે ડ્રગ્સ માફિયાને જેલભેગો કર્યો.

વડોદરા: વડોદરા શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનર નરસિંહ કોમારની સૂચના હેઠળ એસ.ઓ.જી. (SOG) પોલીસ દ્વારા આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. (NDPS) ના ગંભીર ગુનામાં વોન્ટેડ ડ્રગ્સ સપ્લાયર હિરવ અજીતકુમાર પંડ્યાને એસ.ઓ.જી.ની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

શું હતી સમગ્ર ઘટના?

ગઈ તા. 17 મે, 2026ના રોજ એસ.ઓ.જી.ની ટીમે આજવા રોડ સ્થિત સયાજી પાર્ક વિસ્તારમાં રહેતા સતનામસિંહ મગનસિંહ ઉર્ફે દયાલસિંહ સિકલીગરના મકાન પર રેઈડ કરી હતી. આ તપાસ દરમિયાન સતનામસિંહ પાસેથી પ્રતિબંધિત અને નશાકારક કફ સીરપની 128 બોટલ, ટ્રામાડોલ કેપ્સ્યુલ અને આલ્પ્રાઝોલમ ટેબલેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ રેઈડમાં કુલ ₹91,141નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન સતનામસિંહે આ ડ્રગ્સનો જથ્થો હિરવ અજીતકુમાર પંડ્યા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરતા હિરવ પંડ્યા વોન્ટેડ જાહેર થયો હતો.

🚨ટેકનિકલ તપાસ અને ધરપકડ:

સતનામસિંહના રિમાન્ડ દરમિયાન મેળવેલી માહિતીના આધારે એસ.ઓ.જી.ની ટીમ સતત વોચમાં હતી. બાતમીના આધારે પોલીસે વાઘોડીયા રોડ પર આવેલી યમુનાનગર સોસાયટી ખાતેથી વોન્ટેડ આરોપી હિરવ અજીતકુમાર પંડ્યાને ઝડપી લીધો હતો.

🧐અગાઉ પણ નોંધાયા છે ગુના:

પકડાયેલ આરોપી હિરવ પંડ્યાનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેની સામે અગાઉ વર્ષ 2025માં સી.ટી. પોલીસ સ્ટેશનમાં પણ એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધાયેલો છે. હાલમાં એસ.ઓ.જી. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે શહેરના યુવાધનને નશાના રવાડે ચઢાવનારા તત્વો માટે લાલબત્તી સમાન છે.

Trending

Exit mobile version