Vadodara

જીલ્લા LCBએ ત્રણ વાહનચોરને ઝડપી પાડી 7 ચોરી થયેલા વાહનો કબ્જે લીધા

Published

on

વડોદરા જીલ્લા LCB પોલીસે ચોરી કરેલી એક કાર સહિત 6 મોટરસાયકલ મળીને 7 જેટલી વાહનચોરીનો ભેદ ઉકેલીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

વડોદરા શહેર LCB પોલીસની ટીમને બાતમી મળી હતી કે, શહેરના લક્ષ્મીપુરા તરફથી ત્રણ બાઇક સવારો ચોરીની મોટરસાયકલ લઈને વોસ્ટર્ન બાયપાસ થઈને પાદરા તરફ જવાના છે જે બાતમીના આધારે પોલીસે સાંગમાં નજીક કેનાલ પાસે વોચ ગોઠવી હતી. જ્યા થોડી વારમાં ચોરીની ત્રણ મોટરસાયકલ લઈને ત્રણેય યુવકો ત્યાં પહોંચતા જ પોલીસે તેઓને પકડી પાડયા હતા.

ત્રણેયના નામઠામ પૂછતાં પ્રતીક કુમાર પરબતસિંહ પરમાર રહે. કોયલી ગંગાનગર,પ્રકાશ ઉર્ફે જાડો નાયક રહે. ઇન્દિરા નગરી, અંકોડિયા તેમજ સતીશ કનુભાઈ ચૌહાણ રહે. ઇન્દિરાનગર કોયલી હોવાનું જણાવ્યું હતું. ત્રણેય મોટરસાયકલના રેકોર્ડ તપાસતા તે અન્ય કોઈના નામે રજીસ્ટર્ડ હોવાનું જણાઈ આવ્યું હતું. જ્યારે ત્રણેય યુવકોની ઘનિષ્ઠ પૂછપરછમાં તેઓ ભાંગી પડયા હતા. અને ત્રણેય મોટરસાયકલ કોયલી સિંધરોટ રોડ પર આવેલા ઓમકાર ફ્લેટ માંથી ચોરી કરીને લાવ્યા હોવાની કબૂલાત કરી હતી.

ત્રણેય વાહનચોર યુવકોની પુછપરછ કરતા તેઓએ કબૂલાત કરી હતી કે તેઓના મિત્ર ધનરાજ ગોહિલ અને ઉપેન્દ્ર સાથે મળીને શહેરના વિવિધ વિસ્તારમાં રેકી કરીને વાહન ચોરી કરતા હતા. જેમાં હાલ સુધી 9 જેટલા વાહન ચોરીને અંજામ આપી ચુક્યા છે. જેમાંથી બે વાહનને બિનવારસી મૂકી દઈને ચાલ્યા ગયા હતા. જ્યારે એક કાર અને 6 ટુ વ્હીલરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.


પોલીસે તમામ વાહનો કબ્જે લઈને કુલ 4 લાખની કિંમતના વાહનો,ત્રણ મોબાઈલ ફોન મળીને 4.12 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જ્યારે ત્રણ વાહનચોરની ધરપકડ કરી અન્ય બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version