આજે ચૈત્રી નવરાત્રીના નવમાં અને છેલ્લા નોરતે સુપ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના અનેક રાજ્યો માંથી માઇભક્તોઓ વહેલી સવાર થી જ મા મહાકાળીના દર્શન માટે પાવાગઢ ખાતે ઉમટી પડ્યા છે. તો બીજી તરફ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને કોઈ પણ અગવડતા કે મુશ્કેલી ન પડે તે માટે તકેદારી રાખવામાં આવી રહી છે.
ચૈત્રી નવરાત્રીના નવે-નવ દિવસોમાં યાત્રાધામ પાવાગઢ માઈભક્તોની ભીડ થી ભરેલું રહ્યું. ગુજરાત સહીત દેશના ખૂણે ખૂણે થી ભક્તો માતાના દર્શન કરવા પહોંચ્યા હતા. લાખોની સંખ્યામાં માઇભક્તોએ માં જગતજનની માં મહાકાળી માતાજીના ભવ્ય દર્શનનો લ્હાવો લીધો છે. નવરાત્રી હોવાથી પાવાગઢ ખાતે ભક્તોનો ધસારો વધુ રહે છે. આ દરમિયાન ગુજરાતના ખૂણે ખૂણે થી પગપાળા યાત્રાળુઓનો સંઘ પણ પાવાગઢ ખાતે પહોંચ્યો હતો.
આજે ચૈત્રી નવરાત્રીના છેલ્લા નોરતે પણ પાવાગઢ ખાતે મોટી સંખ્યામાં લોકો માં મહાકાળીના દર્શન કરી આશીર્વાદ મેળવવા પહોંચી ગયા છે. ગઈકાલે પણ યાત્રાધામ પાવાગઢ ખાતે માનવ મહેરામણુ ઉમટી પડ્યું હતું. ગઈકાલે ચૈત્રી નવરાત્રીની આઠમ હોવાથી મંદિરમાં હવન કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસ થી જ પાવાગઢ ખાતે ભક્તોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેને જોતા મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા ભક્તોની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખીને વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સલામતી અંતે સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા હતા. જેના દ્વારા મંદિરમાં થતી દરેક પરિસ્થિતિ અને હલચલ પર નજર રાખી શકાય.