Vadodara

વડોદરાનો દેવમ પટેલ નેશનલ ફૂટબોલ કેમ્પ માટે સિલેક્ટ, ઇન્ડિયન ટીમમાંથી રમવાની ઇચ્છા

Published

on

વડોદરાની ફૂટબોલ એકેડમીમાંથી છેલ્લા પાંચ વર્ષ ઉપરાંતથી ફૂટબોલ રમી રહેલા 13 વર્ષીય દેવમ પટેલની નેશનલ કેમ્પ માટે પસંદગી થઈ છે. તે આગામી 10 ઓગસ્ટથી એક માસ માટે અમદાવાદ ખાતે ઓલ ઇન્ડિયા ફૂટબોલ એસોસિએશન દ્વારા યોજાનાર કેમ્પમાં તાલીમ લેશે.

Advertisement

શહેરના તરસાલી ખાતે રહેતો અને બરોડા ડેરી પાસેની ભવન સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરતો દેવમ આશિષભાઇ પટેલ બરોડા ફૂટબોલ એસોસિએશન એકેડમીમાં તાલીમ લઇ રહ્યો છે. અગાઉ તે અંડર 13 માં ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ રમી ચૂક્યો છે. હવે તે અંડર 13 માં નેશનલ રમવા માટે કમરકસી રહ્યો છે.

ફૂટબોલમાં સ્ટેટ રમી ચૂકેલા અંડર 13 ના ખેલાડીઓ માટે ઓલ ઇન્ડિયા ફૂટબોલ એસોસિએશન દ્વારા અમદાવાદ ખાતે તારીખ 10 ઓગસ્ટથી એક માસ સુધી નેશનલ ફૂટબોલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના દેવમ પટેલની પણ પસંદગી કરવામાં આવી છે.

ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા આશિષભાઈ પટેલ ના પુત્ર દેવમે જણાવ્યું હતું કે મારી મમ્મી પાયલ એક સારા વોલીબોલ પ્લેયર હતા અને તેઓની નેશનલ રમવાની ઈચ્છા હતી. પરંતુ તેઓ નેશનલ રમી શક્યા ન હતા. પરંતુ હું ફૂટબોલ નેશનલ રમીને તેમની ઈચ્છા પૂર્ણ કરીશ એવો મને વિશ્વાસ છે. ફૂટબોલમાં મારા ideal વિશ્વના જાણીતા ખેલાડી સુનિલ છેતરી અને રોનાલ્ડો છે. આ ઉપરાંત મારી એકેડમીના કોચ પણ મારા ideal છે. આજે જે કંઈ પણ છું અને જ્યાં પહોંચ્યો છું તેમાં મારા વર્તમાન કોચનો સિંહ ફાળો છે. તે સાથે મારા માતા-પિતાનુ પ્રોત્સાહન અને પ્રેરણા છે.

દેવમે વધુમાં જણાવ્યું હતું કે ફૂટબોલની રમત મારી જિંદગીનો મુખ્ય ગોલ છે અને તે દિશામાં હું મહેનત કરી રહ્યો છું. હું મારા અભ્યાસના સમય બાદ રોનાલ્ડો જેવા ખેલાડીની મેચો જોઈને સમય પસાર કરું છું. મારી ઈચ્છા અને મારું સપનું ઇન્ડિયન ફૂટબોલ ટીમમાં પસંદગી પામીને રમવાની છે. સાથો સાથ મારા માતા-પિતા અને દેશનું નામ રોશન કરવાની છે.

Trending

Exit mobile version