વડોદરા ડભોઇની કુંઢેલા ચોકડી પાસે આવેલ એક પોલટરી ફાર્મામાં મજૂરી કામ કરવા માટે 25 વર્ષે મૂળ પંચમહાલનો પંકેશ રાઠવા આવ્યો હતો, કડિયા કામ કરતો આ યુવાન ને ફાર્મ ના માલિકે ત્યાં ઝૂંપડું પણ બાંધી આપ્યું હતું.
આશરે છેલ્લા બે વર્ષથી મજૂરી કામ કરતો હતો યુવાન, ગતરોજ ફાર્મામાં તેમનો બાળક રમતો હતો તે દરમિયાન ઘોડો છૂટો હોવાથી બાળક તરફ દોડી આવતા યુવાન પોતાના બાળકને બચાવવા દોડ્યો હતો તેને બાળકનો બચાવ કરતા ઘોડાએ યુવાનના છાતીમાં લાત મારી હતી જેથી યુવાન ઇજાગ્રસ્ત થયો હતો ને એસ.એસ.જી હોસ્પિટલ માં લાવતા તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતા જ પંકેશ ના ગામના લોકો વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ મીડિયા ના મારફતે માંગણી કરી હતી કે પંકેશ એક માત્ર કમાઉ દીકરો હતો આગળ તેના પરિવારના તેમજ તેના બાળકનું ભવિષ્ય બની રહે એવા હેતુ સાથે તેઓ વળતરની માંગણી કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ફાર્મના માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પંકેશને રાખનાર દિને છે જો કોઈ ઇન્સ્યોરન્સ પોલિસી કાઢી હશે તેની તપાસ કરવામાં આવશે જેથી વળતર ચૂકવવામાં આવશે.