Dabhoi

ડભોઇમાં વધુ એક BLO ની હાલત લથડી: ફિલ્ડ પર બેભાન થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા

Published

on

BLOના તબિયત લથડવાના માત્ર બે દિવસ પહેલા ડભોઇ મામલતદાર અને ચીફ ઓફિસરે ચૂંટણી માટે ટીમને માર્ગદર્શન આપતું મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

  • BLO મુકતાક મન્સૂરી પોતાની ફરજ દરમિયાન અચાનક બેભાન થયા હતા.
  • તાત્કાલિક સારવાર માટે તેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો અને ડોક્ટરો દ્વારા સારવાર શરૂ કરાઈ.
  • આ ઘટનાએ કાર્યકરો પર પડતા દબાણ અને તણાવની સ્થિતિ ઉપર પ્રશ્ન ટોળ્યો છે.

ગુજરાતમાં ચૂંટણીલક્ષી કામગીરી દરમિયાન ડભોઇ તાલુકાના બૂથ લેવલ ઓફિસર (BLO)ની તબિયત લથડવાના વધુ એક બનાવથી ચિંતાની લાગણી ફેલાઈ છે. મુસ્તાક મન્સૂરી નામના BLO ફિલ્ડ પર પોતાની કામગીરી કરી રહ્યા હતા, તે સમયે અચાનક તેમની તબિયત લથડતા તેઓ બેભાન થઈ ગયા હતા.

પ્રાથમિક માહિતી મુજબ, ફરજ દરમિયાન મુસ્તાક મન્સૂરીની હાલત લથડી હતી અને તેમને તાત્કાલિક સારવારની જરૂર પડી હતી. તેમને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.

ડભોઈમાં કામ કરતા BLO મુસ્તાક મન્સૂરીની હાલત લથડવા પાછળનું પ્રાથમિક કારણ હાઈ બ્લડ પ્રેશર (BP) હોવાનું માનવામાં આવે છે. ચૂંટણીની કામગીરી દરમિયાન કામના વધતા ભારણ અને તણાવના કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.

નોંધનીય છે કે, BLOની તબિયત લથડવાના આ બનાવના માત્ર બે દિવસ પૂર્વે જ  ડભોઇ મામલતદાર અને ચીફ ઓફિસર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરીને લઈને એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં BLOને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ બેઠક પછી તરત જ આ ઘટના બનતા, કામના દબાણ અને તણાવના મુદ્દા પર સવાલો ઊભા થયા છે.

ચૂંટણીલક્ષી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુવિધા અંગે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે તે જરૂરી છે, જેથી આ પ્રકારના બનાવોનું પુનરાવર્તન ટાળી શકાય.

Trending

Exit mobile version