“વડોદરામાં અકસ્માતોની હારમાળા અટકવાનું નામ નથી લઈ રહી. શહેરના મકરપુરા GIDC વિસ્તારમાં આજે ફરી એકવાર રક્તરંજિત દ્રશ્યો સર્જાયા છે. મકરપુરા ડેપોથી GIDC તરફ જતા માર્ગ પર એક બેફામ ક્રેન ચાલકે રાહદારીને અડફેટે લેતા નિર્દોષ વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના હૃદયદ્રાવક CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈપણનું કાળજું કંપી ઉઠે.”
👉તંત્ર પર આકરા પ્રહારો:
“સવાલ એ થાય છે કે શું આ સ્માર્ટ સિટી છે? એક બાજુ આડેધડ ખોદકામ, બીજી બાજુ ટ્રાફિકની ગૂંગળામણ અને તેમાં વળી મસમોટા વાહનોનો આતંક. સ્માર્ટ સિટીના નામે હજી કેટલા નિર્દોષોના ભોગ લેવાશે? વડોદરામાં એવી સ્થિતિ સર્જાઈ છે કે ઘરેથી નીકળતી વખતે નાગરિકને વિચાર કરવો પડે છે કે તે સલામત પાછો આવશે કે નહીં? રસ્તાઓ પર ઠેર-ઠેર પડેલા ખાડા અને અધૂરા કામો ટ્રાફિકની સમસ્યાને વધુ ગંભીર બનાવી રહ્યા છે.”
🧐VMC સામે સવાલો:
“લોકોનો આક્રોશ છે કે આખા વડોદરામાં VMC ના કાગળિયા લગાવીને બેફામ રીતે મસમોટા વાહનો દોડી રહ્યા છે. શું તંત્ર આ વાહનોના ચાલકોની લાયકાત તપાસે છે? કે પછી તંત્રએ આંખ આડા કાન કરી લીધા છે? જ્યારે એક કામ પૂરું નથી થતું ત્યાં બીજો ખાડો ખોદી દેવામાં આવે છે, જ્યાં જરૂરછે ત્યાં દબાણ દૂર નઇ થતાં અને થાય અને 3 કે 4 દિવસમાં મેહરબાની એ ચાલુ થઈ જાય જેના કારણે ટ્રાફિકની સ્થિતિ વણસી રહી છે અને આવા જીવલેણ અકસ્માતો સર્જાય છે.”
🫵”હવે જોવાનું એ રહેશે કે આ ઘટના બાદ તંત્ર જાગશે કે પછી વધુ એક નિર્દોષના મોતની રાહ જોશે? શું જવાબદાર ક્રેન ચાલક અને તંત્ર સામે કડક કાર્યવાહી થશે?”