Vadodara

અજાણ્યા વાહનની અડફેટે દંપતિનું મોત,2 બાળકોનો બચાવ : અકસ્માત જોવા ઉભા રહેલા આઇસર ટેમ્પોને લકઝરી બસે ટક્કર મારતા બસ સ્ટુડિયોની દીવાલમાં ઘૂસી

Published

on

મુસાફરોના જીવ પડીકે બંધાયા, 8 લોકોને ઈજા પ્રાથમિક સારવાર અપાઈ

વડોદરા શહેર નજીક આજવા ચાર રસ્તા પાસે વહેલી સવારે એક અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતા દંપતીનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત થયું હતું. જ્યારે તેમના બે બાળકોને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટના સર્જાયા બાદ એક આઇસર ટેમ્પોનો ચાલક ટેમ્પો બંધ કરી અકસ્માત જોવા ઉભો રહ્યો હતો. આ દરમિયાન  રાજસ્થાનથી સુરત તરફ જઈ રહેલી મુસાફરો ભરેલી એક લક્ઝરી બસે આઇસર ટેમ્પોને પાછળથી ટક્કર મારતા ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેને લઇ બસ ડિવાઈડર કુદાવી લક્ષ્મી સ્ટુડિયો ની દિવાલમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં સાતથી વધુ મુસાફરોને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

વડોદરા શહેર નેશનલ હાઇવે ઉપર એક કલાકમાં બે અકસ્માતની ઘટના બની છે વહેલી સવારે એક દંપતી પોતાના બાળકો સાથે બાઈક પર પસાર થઈ રહ્યું હતું આ દરમિયાન આજવા ચોકડી પાસે સુરત થી અમદાવાદ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઈક પર સવાર દંપતિને જોરદાર ટક્કર મારી હતી. સર્જાયેલા અકસ્માતમાં દંપતિનું મોત થયું હતું.

જ્યારે તેમના બે બાળકોનો આબાદ બચાવ થયો છે. જેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ ઘટનાના કલાકો બાદ અમદાવાદ થી સુરત તરફ જતા એક આઇસર ટેમ્પો ના ચાલકે પોતાનો આઇસર ટેમ્પો બંધ કરી અને અકસ્માત જોવા ઉભો હતો. આ દરમિયાન પાછળથી એક મુસાફરો ભરેલી લક્ઝરી બસે ટક્કર મારતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે બસ ડિવાઈડર કૂદીને લક્ષ્મી સ્ટુડિયોની દિવાલમાં ઘૂસી ગઈ હતી.

બસ પલટી મારતા અંદર બેસેલા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. મુસાફરોની બૂમાબૂમથી હાઇવે નો માર્ગ ગુંજી ઉઠ્યો હતો. મેજર કોલ જાહેર થતાં જ 108 ની 4 એમ્બ્યુલન્સ સીઆરસી, ફાયર ફાઈટરની જુદીજુદી ટીમો તાબડતોડ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. બસની અંદર રહેલા મુસાફરોને સામાન્ય નાની મોટી ઈજા પહોંચતા સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આઇસર ટેમ્પો ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે બસના ચાલકને પણ ઈજા પહોંચી હતી. ટ્રાફિક એસીપી જે.આઈ.વસાવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સવારે 6:20 વાગ્યાના અરસામાં સુરત તરફથી અમદાવાદ તરફ જતા હાઈવે ઉપર બાઈક પર સવાર દંપતી તેમના બે બાળકો સાથે પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન એક અજાણ્યા વાહને તેમને ટક્કર મારી મારતા દંપત્તિનું મોત થયું છે.

Advertisement

આ દંપતીની ઓળખ થઈ ગઈ છે અને દાહોદ થી તેમના સંબંધીઓને બોલાવી લેવામાં આવ્યા છે. તેમના બે બાળકોને ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે આ ઘટનાના આશરે 1 કલાક પછી અમદાવાદથી સુરત તરફ જતા એક્સપ્રેસવે પર લક્ઝરી બસે ટેમ્પોને પાછળથી ટક્કર મારી હતી અને બાદમાં આ લક્ઝરી બસના ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ડિવાઇડરમાં લોખંડની રેલીંગ તોડી લક્ષ્મી સ્ટુડિયોની દિવાલમાં બસ ઘૂસી ગઈ હતી.

અકસ્માતમા ટ્રક ચાલકને ઈજા પહોંચી હતી અને તેને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને બસના ચાલકને પણ ઇજા પહોંચી હતી. જ્યારે બસમાં બેસેલા મુસાફરોને નાની મોટી ઇજા પહોંચતા પ્રાથમિક સારવાર આપવામાં આવી છે. હાલ બસ દિવાલ તોડીને પલટી મારી જતા ક્રેઇનની મદદ વડે તેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જોકે આકસ્માતમાં મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

Advertisement

Trending

Exit mobile version