વૃક્ષારોપણ અને જાળવણી માટે ખાનગી ટ્રસ્ટના કામની વિધેયતા અંગે પ્રશ્નો .
- ગેરરીતિ અને ભ્રષ્ટાચાર અંગે સભામાં ખુલ્લા આક્ષેપ ,ભૂખી કાસના કામ વગર અટકાવવા માટે ઉપ્રેરક ચીમકી .
- અતાપી પ્રોજેક્ટની ફાઈલ કમિશનરની કેમ્પ ઓફિસથી ગુમ થવા અંગે સવાલ .
- તંત્ર પાસેથી વ્યવસ્થાની પારદર્શિતા અને જવાબદારીની માંગ .
વડોદરા મહાનગરપાલિકાની આજે યોજાયેલ સામાન્ય સભામાં કોંગ્રેસના વોર્ડ નંબર એકના કાઉન્સિલર પુષ્પા વાઘેલાએ અનેક અગત્યના મુદ્દાઓ પર ઉગ્ર રજૂઆતો કરી હતી. તેમણે તંત્ર સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે વિવિધ કામોમાં ગેરરીતિઓ થઈ રહી છે.
પુષ્પા વાઘેલાએ ખાસ કરીને ભૂખી કાસના કામના મુદ્દે ફરી રજૂઆત કરી હતી અને આ કામને રોકી ન દેવામાં આવ્યું તો કડક પગલાં લેવા અંગે ચેતવણી આપી હતી. તેમણે અતાપી પ્રોજેક્ટની ફાઈલ કમિશનરની કેમ્પ ઓફિસમાંથી ગુમ થવાના મામલે પણ સવાલો ઉઠાવ્યા હતા.
તે ઉપરાંત, શહેરમાં વૃક્ષારોપણ અને જાળવણીની કામગીરી સોંપવામાં આવેલા ખાનગી ટ્રસ્ટ વિશે પણ તેમણે સ્પષ્ટતા માંગતા મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું હતું. સભ્યા બાદ મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે શહેરના હિતમાં પારદર્શિતા જરૂરી છે અને તંત્રે જવાબદારીપૂર્વક કાર્યવાહિ કરવી જોઈએ.