Vadodara

વડોદરામાં આવાસના મકાનોમાં અસામાજીક તત્વો ફૂલ્યા-ફાલ્યા હોવાનો કોર્પોરેટરનો સૂર

Published

on

અધિકારીઓને તપાસવા માટે કહ્યું છે, કોનું મકાન છે, કોના નામે ફાળવણી થઇ છે, કોણ રહે છે, અને કોણ ભાડું ઉઘરાવે છે – મનીષ પગારે

  • વડોદરાના કલાલીમાં આવેલા આવાસમાં અસામાજીક તત્વો બેફામ બન્યા.
  • અગાઉ પણ આ પ્રકારે રજુઆત કરી હોવાનું કોર્પોરેટરે કહ્યું
  • પાલિકાની સામાન્ય સભામાં વિગતવાર રજુઆત કરવામાં આવી

વડોદરાના વહીવટી વોર્ડ નં – 12 માં આવેલા બીએસયુપીના આવાસ  ના મકાનોમાં મૂળ માલિકોની જગ્યાએ અન્ય લોકો ભાડે આપીને પૈસા ઉઘરાવતા હોવાનો આરોપ કોર્પોરેટર  દ્વારા સભામાં મુકવામાં આવ્યો છે. આવાસના મકાનોમાં ખોટા કામો થઇ રહ્યા હોય, અસામાજીક તત્વો માઝા મુકી રહ્યા હોય તેવું પણ કોર્પોરેટરનું મનીષ પગારેનું કહેવું છે.

આજે વડોદરા પાલિકાની સામાન્ય સભા મળી હતી. જેમાં ભાજપના કોર્પોરેટર મનીષ પગારે દ્વારા આવાસ યોજનાના મકાનોમાં ચાલકા ગોરખધંધા વિશે માહિતી મુકવામાં આવી હતી. અને ખોટું કરનારા તત્વોને પકડીને તેમના વિરૂદ્ધ કડકમાં કડક હાથે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

Advertisement

ભાજપના કોર્પોરેટર મનીષ પગારે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, મારા વોર્ડ વિસ્તારમાં કલાલી ખાસે બીએસયુપીના મકાનો  છે. જય સંતોષી નગર, સર્વોદય નગર અને શિવાજીપુરી આવેલા છે. તેમાં જય સંતોષી નગરમાં બહારના તત્વો દ્વારા જે મકાન બંધ પડી રહ્યું હોય, ત્યાં અસામાજીક તત્વોનો અડ્ડો છે. તેઓ આવા મકાનોને ભાડે આપે છે.

જેથી મેં અધિકારીઓને તપાસવા માટે કહ્યું છે, કોનું મકાન છે, કોના નામે ફાળવણી કરવામાં આવી છે, કોણ રહે છે, અને કોણ ભાડું ઉઘરાવે છે, તે જાણવા રજુઆત કરી છે.બીજું એક બિલ્ડીંગ બની રહ્યું છે, ત્યાં અસામાજીક તત્વો જુગાર રમે છે અન્ય મામલે પણ ત્રાસ છે. ત્યાંથી કમિટીએ આવીને મને રજુઆત કરી હતી.

આજે મેં પદાધિકારીઓનું ધ્યાન દોર્યું છે. આવી રીતે ગેરકાયદેસર રીતે ભાડે મકાનો અપાતા હોય તો, આવા તત્વોને પકડીને કડકમાં કડક સજા અપાવો. આ સમસ્યા છેલ્લા 8 મહિનાથી મારા ધ્યાને આવી છે. અગાઉ દોઢ વર્ષ પહેલા પણ મેં રજુઆત કરી હતી. આજે ફરી રજુઆત કરી છે. અધિકારીઓ દ્વારા કોઇ ખાસ ધ્યાન આપવામાં આવતું નથી.

Advertisement

તેમણે જણાવ્યું કે, મેં બે દિવસ પૂર્વે પાલિકા કમિશનરને પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યું કે, 800 મકાનો છે, તેમાં કોણ રહે છે, કોણ નહીં તે તપાસવી જોઇએ. બે વર્ષ પહેલા મેં મુલાકાત લેવા માટે જણાવ્યું હતું. અસામાજીક તત્વોની કોઇ ટોળકી હોય તો તેના વિરૂદ્ધ કાર્યવાહી કરવી જોઇએ. ત્યાંના રહીશો દ્વારા લેખિતમાં ફરિયાદ જણાવી છે. મેં સભાના માધ્યમથી રજુઆત કરી છે.

Advertisement

Trending

Exit mobile version