પ્રદેશ ભાજપ પ્રમુખ પોતાની નિયુક્તિ બાદ વડોદરામાં પહેલીવાર આવતા હોય ત્યારે તેમણે પણ પક્ષની આંતરિક જૂથબંધીના મુદ્દાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ..
- આવકારવા કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે કાર્યકર્તાનો સમારંભ યોજાવનો છે.
- વોર્ડ નંબર 7ના કોર્પોરેટરોએ મારેલા હોર્ડિંગમાં જૂથબંધી થઈ.
ગુજરાત ભાજપ પક્ષ જેટલો મોટો થતો ગયો છે તેમ તેમ તેમાં વિવાદ પણ વધતા રહ્યા છે. આવતીકાલે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વડોદરા શહેર આવી રહ્યા છે. તેમને આવકારવા કારેલીબાગ અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ ખાતે કાર્યકર્તાનો સમારંભ યોજાવવાનો છે.
શહેર ગરબા ગ્રાઉન્ડ પાસે વોર્ડ નંબર 7ના કોર્પોરેટરોએ મારેલા હોર્ડિંગમાં જૂથબંધી થઈ છે. શાસક પક્ષના નેતા મનોજ પટેલ (મંછો), કોર્પોરેટર બંદીશ શાહ અને શ્વેતા ઉત્તેકરની તસ્વીર જોવા મળે છે જ્યારે ભૂમિકા રાણાની તસ્વીર મૂકવામાં આવી નથી. પ્રદેશ ભાજપ પ્રમુખ પોતાની નિયુક્તિ બાદ વડોદરામાં પહેલીવાર આવતા હોય ત્યારે તેમણે પણ પક્ષની આંતરિક જૂથબંધીના મુદ્દાનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.