સામાન્ય રીતે સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને માતા પિતા સ્કૂલ વાહન માં અભ્યાસ અર્થે સ્કૂલે મોકલતા હોય છે ત્યારે વડોદરામાં પોતની દીકરીને સ્કૂલ વાહન માં સ્કૂલે મોકલું એક વાલીને ભારે પડ્યું છે. જે સ્કૂલ વાનના ચાલક પર વિશ્વાસ મૂકી માતા પિતા ચિતા મુક્ત થઈ પોતાની વ્હાલસોયી દીકરીને
વાનમાં સ્કૂલે મોકલતા હતા તે જ સ્કૂલ વાનના હવસખોર ચાલકે માસુમ વિધાર્થીની પર દાનત બગાડી અને માસુમ વિધાર્થીની ના પ્રાઇવેટ પાર્ટ સાથે અડપલા કર્યા હોવાની ઘટના સામે આવી છે સમગ્ર મામલે વિદ્યાર્થિનીના માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પીડિતાના માતાએ જે. પી. રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મને સંતાનમાં એક દીકરી છે. ગત 10 જુલાઈના રોજ મેં મારી દીકરીને સ્કૂલે લેવા મુકવા જવા માટે ઈકો ગાડી બંધાવી હતી અને તે ઈકો ગાડીનો ડ્રાઇવર સાદીક રાઠોડ મારી દીકરીને સવારે સ્કૂલના સમયે લેવા માટે આવતો હતો અને સ્કૂલ છુટ્યા બાદ બપોરના 12.30 વાગ્યે ઘરે મુકવા આવતો હતો અને ઈકો ગાડી બંધાવ્યા બાદ શરૂઆતના બે દિવસ આ ગાડીનો ડ્રાઇવર મારી દીકરીને સમયસર ઘરે મુકી જતો હતો પરંતુ થોડા દિવસ પછી 5 થી 10 મિનિટ રોજના સમય કરતા મોડો આવતો હતો અને મારી દીકરીના કપડા પણ થોડા અસ્તવ્યસ્ત લાગતા હતા
દરમિયાન ગત 15 જુલાઇના રોજ સ્કૂલનો રજાનો દિવસ હતો. જેથી મારી દીકરીને મેં શાંતિથી પૂછતા તેને મને હકીકત જાણાવી હતી જેથી મેં આ અંગે મારા પતિને ફોન કરીને જાણ કરી હતી અને રાત્રીના સમયે મારા પતિ ઘરે આવતા અમો બન્ને મારી દીકરીને શાંતિથી આ બાબતે પૂછતા ફરીથી તે જ હકીકત તેને જણાવી હતી અને મારી દીકરીના સ્કૂલના ક્લાસ ટીચરને ફોન કરીને આ હકીકત જણાવી હતી, જેથી તેઓએ પ્રિન્સિપલ સાથે રૂબરૂ મળવા માટે બોલાવ્યા હતા જેથી હું અને મારા પતિ સ્કૂલે ગયા હતા અને પ્રિન્સિપલને મળતા તેઓએ આ બનાવ બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું. જેથી અમે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.