Vadodara

વરસાદી માહોલમાં પોતાના પગરખાં પહેરતા પહેલા ચેક કરજો,કોઈ તમારી રાહ જોઇને તો નથી બેઠું ને!

Published

on

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આવા સમયે નગરજનો બુટ પહેરતા પહેલા ચેતી જજો બુટમાં કોબ્રા સાપે આરામ ફરમાવ્યો હતો.

સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા ફરી એક વખત મહેરબાન થયા છે. તેની સાથે સાથે શહેરમાં આવેલા પૂર બાદ રહેણક વિસ્તારોમાંથી વરસાદી માહોલ માં મગરો અને સરીસૃપો નીકળતા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

Advertisement

જે આજે પણ યથાવત જોવા મળી રહ્યા છે. તેવામાં વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવાર ઉપર કોયલી ખાતે આવેલી અવધવિહાર સોસાયટી ના મકાન નંબર 109 માંથી મકાન માલિક નો ફોન આવ્યો હતો કે, અમારા મકાનની આગળ મૂકેલી ચપ્પલ બુટ મૂકવાની પેટીમાં મુકેલા એક બુટમાં સાપ બેઠો છે.

જેથી વાઈટ લાઈફ રેસીઓ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે સલ્ફાના બોલી એન્ટર કિરણ શર્માને સ્થળ પર મોકલ્યા હતા. જેમણે સ્થળ પર જઈ તપાસ કરતા એક બુટમાં ઝેરી સર્પ પ્રજાતિનો કોબ્રા સાપ જોવા મળ્યો હતો. જેને સાવચેતી પૂર્વક રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

Advertisement

Trending

Exit mobile version