વડોદરા શહેરના નવલખી ગ્રાઉન્ડ ખાતે આજરોજ પાલિકા અને ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી રહી છે શહેરમાં આયોજીત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં દેશના 03 રાજ્યો અને 12 દેશોના 55 જેટલા ચુનીંદા પતંગબાજો ભાગ લીધો હતો અને પતંગ કલા અને પરંપરાનો સાક્ષાત્કાર શહેરના પતંગ રસીયાઓ સાથે ઉજવણી કરી અનુભવ્યો હતો. શહેરના મેયર દ્વારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શુભારંભ કરાવવામાં આવ્યો હતો
આ આંતરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024માં ફિલિપાઇન્સ, ઓસ્ટ્રેલિયા, બેલારૂસ, તુર્કી, આર્જેન્ટિના, ડેનમાર્ક, સ્પેન, બ્રાઝીલ, બલ્ગેરીયા, ચિલી, કોસ્ટારિકા જેવા દેશના 37 વિદેશી પતંગબાજો સહીત દેશના મહારાષ્ટ્ર, દિલ્લી, કાર્ણાટક રાજ્યોના 18 પતંગબાજો સહિત કુલ 55 જેટલા ચુનીંદા પતંગબાજો ભાગ લઇ જુદાં જુદાં દેશ તેમજ રાજ્યોમાં પ્રચલીત પતંગ સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી. જેમાં અયોધ્યા રામમંદિરને લઇ “જય શ્રી રામ” ના પતંગની પણ ઝલક જોવા મળી હતી. આ પતંગબાજો ની પતંગ કલા નિહાળવા મોટી સંખ્યામાં લોકો નવલખી ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા સાથે વડોદરા શહેર તેમજ રાજ્યના વિવિધ શહેરોના પતંગબાજો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પતંગ મહોત્સવમાં શહેરના મેયર પિન્કીબેન સોનીના હસ્તે શુભારંભ કરવા માં આવ્યો હતો આ પ્રંસગે મ્યુનિસિપલ કમિશ્નર દિલીપ રાણા, ભાજપ શહેર અધ્યક્ષ ડો.વિજય શાહ, સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેયુર રોકડીયા, કોર્પોરેટરો, પાલિકાના હોદેદારો સહીત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.