શહેરમાં પાણીની લાઈન તૂટી જતા લાખો ગેલન પાણીનો વેડફાટ, ગેસ ભરાઈ ટેટા ની જેમ રોડ ફૂલી ગયો.
જેથી વાહનચાલકો તેમજ સ્થાનિક નાગરિકોમાં મોટા ભૂવો પડવાની ભીતિ છે.
પહેલી વખત એવું બન્યું છે કે રસ્તો ગેસના પ્રેસરથી આ રીતે ફૂલી ગયો છે.
દિવાળીપુરા કોર્ટ સામેના રોડ પર પાણીની લાઈન તૂટી,પુરો રોડ ટેટાની જેમ ફૂલી ગયો છે.
વડોદરા શહેર સ્થિત દિવાળીપુરા કોર્ટ સામેના રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો ગેલન પાણીનો બેદરકાર વેડફાટ થયો છે અને રોડમાં જ ગેસ ભરાઈ ગયા હોય તેમ પુરેપુષ્કળ ફૂલી ગયો છે. નાગરિકો તથા વાહન ચાલકોમાં ડરનો માહોલ છે કે શેહેરના ખાડોદરા જેવું મોટો ભૂવો પડી શકે, પણ હાલ VMC (વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા હજુ સુધી સ્થળ ઉપર કોઈ બેરીકેડ અથવા ચેતવણીના પગલાં લેવાયા નથી. જ્યારે રોડ પર વાહનચાલકો દ્વારા જનરલ ટ્રાફિક યથાવત રાખવામાં આવી રહ્યો છે.
જેથી વાહનચાલકો તેમજ સ્થાનિક નાગરિકોમાં મોટા ભૂવો પડવાની ભીતિ છે.સ્થાનિક નાગરિકો રોડ પરથી પસાર થતાં સતર્ક રહેવા અપીલ કરી રહ્યા છે.પહેલેથી જ કામ ન થતા સ્થળે મોટી દુર્ઘટનાની શકયતા આધારે તંત્રીય પગલાં જરૂરી છે. મેયર કે VMC અધિકારીઓ ચૂંટણી સમયે હાજર નથી; ઘટનાની જાણ થઈ હોવા છતાં હજુ સુધી સ્થળ પર કોઈ સત્તાવાર અડચણ કે ચેતવણી ચિહ્ન મૂકવામાં આવ્યાં નથી.પાણીની લાઈન ભાંગીને લાખો ગેલન પાણીનો દુરુપયોગ થયા બાદ પણ મ્યુનિસિપલ કર્મચારીઓની ટીમ કે રિપેરિંગ કામગીરી છેલ્લા કેટલાક સુધી શરૂ કરવામાં આવી નથી.