Vadodara

17 જેટલા પ્રોહિબિશન ગુન્હામાં સંડોવાયેલા બુટલેગર નરેન્દ્ર રામચંદાણીને વિદેશી શરાબના જથ્થા સાથે પીસીબીએ ઝડપી પાડ્યો

Published

on

વડોદરા શહેરના ભારતીય વિસ્તારમાં આવેલા સુદામા નગર ઝૂંપડપટ્ટીમાં વિદેશી શરાબનો વેપલો કરતા નરેન્દ્ર ઉર્ફે ગણેશ રામચાંદાણીને વડોદરા શહેર પીસીબી શાખાની ટીમે ઝડપી પાડ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેર pcb શાખાની ટીમને બાતમી મળી હતી કે, વારસિયા વિસ્તારમાં સુદામા નગર ઝૂંપડપટ્ટીમાં રહેતો નરેન્દ્ર ઉર્ફે ગણેશ ઉર્ફે ડેડર રામચંદાણી પોતાના ઘરની બાજુમાં આવેલી ઓરડીયોમાં વિદેશી શરાબનો જથ્થો રાખીને તેનું વેચાણ કરે છે.

જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી 195 નંગ વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. જ્યારે બુટલેગર નરેન્દ્ર ઉર્ફે ગણેશ રામ ચંદાણી સ્થળ પરથી ઝડપાઈ ગયો હતો.

વડોદરા શહેરમાં કુલ 17 જેટલા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા બુટલેગર નરેન્દ્ર ઉર્ફે ગણેશ રામચંદાણીની ધરપકડ કરીને પોલીસે શરાબનો જથ્થો મોકલનાર મન્ની સિંધી, હિમાંશુ હરી સિંધી તેમજ રફીકને વોન્ટેડ જાહેર કર્યા છે. જ્યારે શરાબનો જથ્થો, મોબાઇલ ફોન તેમજ રોકડ મળીને પોલીસે 60,800ની કિંમતનો મુદ્દા માલ કબજે લીધો છે.

Trending

Exit mobile version