🚨 વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અને ગુનાઓ અટકાવવા માટે શહેર પોલીસ તરફથી મળેલી સૂચનાના પગલે ક્રાઈમ બ્રાન્ચની ટીમે સઘન કામગીરી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ/કર્મચારીઓના માર્ગદર્શન હેઠળ ટીમે એક શંકાસ્પદ મહિલાને ઝડપી પાડી, એક ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી છે.
🕵️♀️ બાતમીના આધારે શંકાસ્પદ મહિલાની ધરપકડ ક્રાઈમ બ્રાન્ચની ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન તેમને બાતમીદાર તરફથી મળેલી બાતમીના આધારે અમરશ્રદ્ધા વુડાના મકાન પાસેથી એક શંકાસ્પદ મહિલાને ઝડપી લેવામાં આવી હતી.
મહિલાની ઝડતી તપાસ દરમિયાન તેની પાસેથી સોના-ચાંદીના દાગીનાનું એક પાકીટ મળી આવ્યું હતું, જેમાં મંગળસૂત્ર, ચેઇન, વીંટી, ચાંદીની પાયલ અને પગની માછલીનો સમાવેશ થતો હતો.
મહિલા આ ઘરેણાંના કોઈ સંતોષકારક કે વ્યાજબી માલિકીના પુરાવા (બિલ/પેપર્સ) રજૂ કરી શકી ન હતી.
🏠 વોશરૂમમાં લોક કરીને કરી હતી ચોરી
નીતુબેન શાહની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે ચોરીની કબૂલાત કરી હતી.
તેણે જણાવ્યું કે, તેણે ત્રણેક દિવસ પહેલા પોતાની સોસાયટીમાં આવેલા એક મકાનમાં ચોરી કરી હતી.
ચોરી દરમિયાન ઘરમાં હાજર બહેનને વોશરૂમમાં મોકલીને વોશરૂમને બહારથી લોક કરી દીધું હતું.
ત્યારબાદ તેણે હોલમાં રાખેલી લાકડાની તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી.
પકડાયેલી મહિલા આ ચોરી કરીને લાવેલ ઘરેણાં વેચી નાખવાના ઈરાદે સાથે રાખીને ફરતી હતી.
💰 કબજે કરેલ મુદ્દામાલ અને ગુનો
👉ક્રાઈમ બ્રાન્ચે કબજે કરેલા ઘરેણાંની ચકાસણી કરાવતા તે સોના-ચાંદીના હોવાનું જણાઈ આવ્યું હતું. મહિલાએ આપેલી હકીકતની ખાતરી તપાસ કરતા મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયેલો હોવાનું સામે આવ્યું હતું.
👉પકડાયેલ મહિલા અને તેની પાસેથી મળી આવેલા સોના-ચાંદીના ઘરેણાંને આગળની તપાસ તજવીજ. મકરપુરા પોલીસ સ્ટેશન (ગુ.ર.નં.11196016250746/2025 બી.એન.એસ કલમ 305(એ), 331(3) મુજબ) ના ગુનાના કામે સોંપવામાં આવ્યા છે.