Vadodara

દિવાળી પહેલાં કમાટીબાગમાં સૌંદર્યવર્ધનના કામે જોર, સહેલાણીઓ માટે નવી આકર્ષણો તૈયાર

Published

on

આ સ્ટેચ્યુમાં ઝળહળતી લાઈટિંગ કરવામાં આવશે અને એન્ટ્રીગેટ, બેન્ડ સ્ટેન્ડ જેવા લોકપ્રિય સ્થળે મુકાશે.લોકો એ સ્ટેચ્યુ સાથે સેલ્ફી લઈ શકશે.

  • આ સ્ટેચ્યુ દિવાળી પછી પણ કમાટી બાગમાં કાયમી રાખવામાં આવશે.
  • આ આયોજન વડોદરાના કમાટી બાગને વધુ ટુરિઝમ ફ્રેન્ડલી બનાવવાનો પ્રયાસ છે
  • જેના દ્વારા બાળકો માટે પણ નવી આનંદદાયક વાતાવરણ સર્જવામાં આવશે

વડોદરા વડોદરાના કમાટી બાગમાં દિવાળીના તહેવારો દરમિયાન બાગને રોશનીથી ઝળહળતો કરવાની સાથે સાથે તેમાં મેટલના સળિયામાંથી બનેલા પંખી અને પ્રાણીઓના બનેલા દસથી વધુ કલાત્મક સ્ટેચ્યુ મુકવાની કામગીરી કરવામાં આવનાર છે.

જ્યારે  સ્ટેચ્યુ કોર્પોરેશનનું સ્ટ્રીટ લાઈટ વિભાગ લાવ્યું છે. જે દિવાળી માટે બાગમાં આકર્ષણનું કેન્દ્ર બની રહે તે માટે મુકશે. આ સ્ટેચ્યુમાં ઝળહળતી લાઇટિંગ કરવામાં આવશે, અને એન્ટ્રીગેટની નજીક બેન્ડ સ્ટેન્ડ વગેરે સ્થળે મુકાશે અને લોકો તેનો સેલ્ફી લેવા તરીકે પણ ઉપયોગ કરી શકશે. આ સ્ટેચ્યુ પછી કાયમી ધોરણે બાગમાં પ્રસ્થાપિત કરાશે. મેટલના સળિયામાંથી કલાત્મક રીતે જિરાફ, હરણ, ભાલુ, બતક વગેરે કૃતિઓ તૈયાર કરવામાં આવી છે.

વડોદરા શહેર  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે શહેરના ઐતિહાસિક કમાટીબાગમાં 1.80 કરોડના ખર્ચે ડેવલપમેન્ટના વિવિધ કામ હાથ ધરાયા હતા, તેમાં  મુલાકાતીઓના આકર્ષણમાં વધારો કરવા માટે ગ્લો ગાર્ડન બનાવ્યો હતો. જોકે આ ગ્લો ગાર્ડનમાં મુકેલા જુદા જુદા પ્રાણીઓના ફાઇબરના સ્ટેચ્યુ તૂટી ગયા છે . જેની સરખામણીએ મેટલના સ્ટેચ્યુ ટકાઉ રહેશે. સામાજિક કાર્યકરના કહેવા મુજબ લાખોના ખર્ચે આ સ્ટેચ્યુ લેવાયા બાદ તેની કાળજી નહીં લેવામાં આવતા આ પરિસ્થિતિ ઉભી થઈ છે. મેટલના સ્ટેચ્યુની પણ દરકાર તો લેવી જ પડશે.

Trending

Exit mobile version