સત્યમેવ જયતે ગ્રુપે વહીવટી ગેરરીતિના આક્ષેપો કર્યા અને સભામાં ભારે હોબાળો મચાવ્યો હતો
- બીસીએ પ્રમુખ પ્રણવ અમીનના જણાવ્યા મુજબ, બહુમતીથી બધા એજન્ડા મંજૂર થયા છે.
- નવા મુખ્ય કોટંબી સ્ટેડિયમ માટે ખર્ચ અંગે પણ વિવાદ છે, પ્રમુખ પ્રણવ અમીન અનુસાર 204 કરોડ રૂપિયાનો ખર્ચ થયો.
- ખર્ચ તેમજ જાહેર માહિતી વેબસાઈટ પર મૂકવામાં આવતી નથી અને પ્રશ્નોના જવાબો મળતા નથી એવી ફરીયાદ.
BCA બરોડા ક્રિકેટ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભામાં ચર્ચા વગર એજન્ડાને બહુમતીના જોરે મંજૂર કરાતા સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વહીવટમાં ગેરરીતિના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો.
BCA બરોડા ક્રિકેટ એસોસિએશનની એજીએમમાં સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો. એજીએમમાં સવાલોના જવાબ ન મળતાં અને એજન્ડા પર ચર્ચા કર્યા વગર મંજૂર કરી દેવાતા ભારે નારાજગી દર્શાવતી હતી. એજીએમ બાદ બીસીએ પ્રમુખ પ્રણવ અમીન અમીને નિવેદનમાં કહ્યું હતું કે, બહુમતીથી તમામ એજન્ડા આજે મંજૂર કરાયા છે.
કોટંબી ક્રિકેટ મેદાનમાં 342 કરોડનો ખર્ચ નથી કર્યો, માત્ર 204 કરોડનો ખર્ચ કર્યો છે. તેની સામે સત્યમેવ જયતે ગ્રુપના દર્શન બેંકર અને જતીન વકીલનું કહેવું હતું કે, આજની એજીએમ ગેરબંધારણીય, ચૂંટણી જાહેર નથી કરી. 3/4 મેજોરિટી ના હોવા છતાં બંધારણમાં બદલાવ કર્યો જેને અમે પડકારીશું. 39 પ્રશ્નોમાંથી માત્ર 4 ના જવાબ આપ્યા છે. 10 લાખથી વધુના ખર્ચ આજદિન સુધી વેબસાઈટ પર મૂક્યા નથી.