Vadodara

લાલબાગ બ્રિજ પર ડામર પીગળ્યો, વાહન ચાલકોએ જવાનું ટાળ્યું

Published

on

  • ડામર એ હદે પીગળ્યો છે કે, કોઇ પણ વાહન રોડ પરથી પસાર થાય ત્યારે તેના વાહનના ટાયરની છાપ તેના પર છુટી જાય છે
  • વડોદરામાં હલકી ગુણવત્તાના રોડ બનાવાતા હોવાનો પુરાવો સામે આવ્યો
  • લાલબાગ બ્રિજ પર એક તરફના રસ્તો ડામર પીગણતા ચીકણો થયો હોવાનું જણાયું
  • વાહન ચાલકો સ્થિતી જોઇને પોતાનું વાહન ફંટાવી રહ્યા છે

વડોદરાના લાલબાગ ઓવર બ્રિજ પર થઇને લાલ બાગ સ્વિમિંગ પુલ તરફ જવાના રસ્તે ડામર પીગળ્યો હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ડામર એ હદે પીગળ્યો છે કે, કોઇ પણ વાહન રોડ પરથી પસાર થાય ત્યારે તેના ટાયરની છાપ તેના પર છુટી જાય છે. ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો રસ્તાની હાલત જોઇને પોતાનું વાહન વાળીને અન્ય રોડ પરથી આગળ વધી રહ્યા છે. જો કે, આ પ્રકારના દ્રશ્યો વડોદરામાં પહેલી વખત નથી સર્જાયા, અગાઉના કિસ્સામાં પાલિકા દ્વારા કોઇ નક્કર કાર્યવાહી નહીં કરવામાં આવતા આ સિલસિલાનું આજે ફરી વખત પુનરાવર્તન થયું છે.

વડોદરામાં હલકી ગુણવત્તાના રોડ બનાવવા કોઇ નવી વાત નથી. નાગરિકોને આ વાતનો અનુભવ સમયાંતરે થતો જ રહે છે. હાલ ઉનાળાની રુતુ હોવાથી ગરમીમાં ડામર પીગળવાની ઘટનાઓ સામે આવી રહી છે. રોડ પર ડામર પીગળવાના કારણે પાલિકાની હલકી કામગીરી ખુલ્લી પડવાની સાથે વાહન ચાલકો માટે પસાર થવા પર ખતરો પણ સર્જાય છે. આજે લાલબાગ ઓવરબ્રિજ થઇને લાલબાદ સ્વિમિંગ પુલ તરફ જવાના રસ્તે આ પ્રકારની પરિસ્થિતી સર્જાઇ છે. આજે બપોરના સમયે બ્રિજના આ ભાગ પર ડામર પીગળ્યો હોવાનું દેખાઇ રહ્યું છે. એ હદે ડામર પીગળ્યો છે કે, કોઇ પણ વાહન રોડ પરથી પસાર થાય ત્યારે તેના ટાયરની છાપ તેના પર છુટી જાય છે.

આ રસ્તો પ્રાથમિક દ્રષ્ટિએ ચીકણો જોવા મળી રહ્યો છે. જેને પગલે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો તો ત્યાંથી જવાનું જ ટાળી રહ્યા છે. અને અન્ય રસ્તે ફંટાઇ રહ્યા છે. સ્માર્ટ સિટીની તર્જ પર ડેવલોપ કરાતા વડોદરામાં આ પ્રકારના દ્રશ્યો તંત્ર પરથી લોકોનો વિશ્વાસ ઉઠાડે તેવા છે. હવે આ પ્રકારે બેજવાબદારી દાખવનાર વિરૂદ્ધ તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

Trending

Exit mobile version