Vadodara

હિટ સ્ટ્રોકને કારણે છાણી પોલીસ હેડ ક્વાર્ટર્સમાં ફરજ બજાવતા ASI નું મોત

Published

on

  • અગાઉ વરણામા પોલીસ મથક ખાતે ફરજ બજાવતા હતા,  પેરાલીસીસનો એટેક આવતા બદલી કરાઈ હતી
  • તબિયત બગડતા પરિવારજનો દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે લવાતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

સમગ્ર રાજ્ય સહિત વડોદરા શહેરમાં પણ ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે હિટ સ્ટ્રોક ગભરામણ, ચક્કર આવવા, ઝાડા ઉલ્ટી, હાર્ટ અટેક સહિતને કારણે 10 થી વધુ ના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, તો બીજી તરફ શહેરમાં એક વરણામાં પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીને ઉલટી થયા બાદ ગભરામણ થતા 108 મારફતે સયાજી હોસ્પિટલ ખાતે લવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વાદળો સાથે ઉકળાટભર્યું વાતાવરણ સર્જાયું છે. લોકોના ઘરોમાં સતત પંખા, એસી, કુલરો ધમધમી રહ્યા છે. બપોરના સુમારે રાજમાર્ગો સુમસામ રહ્યા છે. તો બીજી તરફ ગરમીના કારણે ગભરામણ ચક્કર આવવા આ સહિત હાર્ટ એટેક, ઝાડા ઉલ્ટીના કારણે કેટલાય લોકોના હોસ્પિટલના બીજાને મોતની પછી આવશે ત્યારે પોલીસ કર્મચારીનું ગભરામણ થયા બાદ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર આવેલ વૈકુંઠ એકમાં રહેતા ઉ.વ.51 દિલીપભાઈ માલુસરે છાણી પોલીસ હેડ કોટર્સમાં એએસઆઈ તરીકેની ફરજ બજાવતા હતા. છેલ્લા બે ત્રણ દિવસથી તેઓને ઉલટી થઈ રહી હતી દરમિયાન આજે સવારે ગભરામણ થતા પરિવારજનો 108 મારફતે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબો હોય તેમને મૃત જાહેર કર્યા હતા.ઉલ્લેખનીય છે કે દિલીપભાઈ માલુસરે અગાઉ વરણામાં પોલીસ મથકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેઓને પેરાલીસીસનો એટેક આવતા ચૂંટણી પૂર્વે તેઓની છાણી પોલીસ હેડ કોટર્સ ખાતે બદલી કરાઈ હતી.

Advertisement

Trending

Exit mobile version