આજવા ડેમની સપાટી 213.7 છે. જોકે નવેમ્બર મહિના સુધી અજવાની સપાટી 212. 50 સુધી મેન્ટેન રાખવાની હોય છે.
- ગતરોજથી આજવા સરોવરના 62 દરવાજાથી પાણી છોડતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે.
- વિશ્વામિત્રી નદીની સપાટી 17 ફૂટ વટાવી જતા, કોટેશ્વર વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યાં છે.
વડોદરા અને ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદે હવે લોકોની ચિંતામાં વધારો કર્યો છે. ગતરોજથી આજવા સરોવરના 62 દરવાજાથી પાણી છોડતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વિશ્વામિત્રી નદી નજીક આવેલા વડસર સ્થિત કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોને સલામત સ્થળે ખસી જવા કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.
શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી નજીક આવેલા વડસર સ્થિત કોટેશ્વર વિસ્તાર દર વર્ષે ચોમાસામાં હાલાકી ભોગવે છે. અહીં રહેતા રહીશો દ્વારા વારંવાર પાલિકા તંત્ર સામે મોરચો માંડી કાયામી નિરાકરણની માંગ કરે છે. પરંતુ હજી સુધી પાલિકા તંત્રના અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ત્યારે આ વર્ષે ફરી એક વખત વિશ્વામિત્રી નદીની સપાટી 17 ફૂટ વટાવી જતા, કોટેશ્વર વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યાં છે.
જણાવ્યા અનુસાર આજવા ડેમની સપાટી 213.7 છે. જોકે નવેમ્બર મહિના સુધી અજવાની સપાટી 212. 50 સુધી મેન્ટેન રાખવાની હોય છે. જ્યારે આજવામાંથી પાણી છોડતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. જેથી હાલ વિશ્વામિત્રી 17 ફૂટ વટાવી વહી રહી છે જેના પરિણામે નદીની નજીક આવેલા કોટેશ્વર વિસ્તારમાં પાણી ફરી વળતા, આખરે પાલિકાના અધિકારીઓ દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી રહી છે.