Vadodara

મધ્યપ્રદેશથી શરાબનો જથ્થો વડોદરા પહોચતાની સાથે જ જીલ્લા LCBએ ઝડપી પડ્યો,24.32 લાખનો મુદ્દામાલ જપ્ત

Published

on

વડોદરા જીલ્લા LCB પોલીસની ટીમે બાતમીના આધારે શરાબનો જથ્થો ભરીને વડોદરા આવી રહેલા આઈસર ટેમ્પોને ઝડપી પાડીને મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો જપ્ત કરી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

31 ડીસેમ્બરની ઉજવણીના થનગનાટ શરુ થઇ ગયા છે ત્યારે બુટલેગરો પણ શરાબીઓને શરાબની અછત ન પડે તે માટે તમામ તૈયારીઓમાં લાગી રહ્યા છે. બીજી તરફ પોલીસ વિભાગના પણ વાર્ષિક કામગીરીના અંતિમ પત્રકો તૈયાર થઇ રહ્યા છે ત્યારે પોલીસ પણ વધુ ને વધુ શરાબના કેસો શોધી કાઢવા માટે કામે લાગી ગઈ છે.

Advertisement

આ દરમિયાન ગત રોજ વડોદરા જીલ્લા LCBના સ્ટાફને બાતમી મળી હતી કે, એક બંધ બોડીનો આઈસર ટેમ્પો ગોધરા, હાલોલ થઈને વડોદરા આવેલ છે. અને હાલ વરણામાં પોલીસ મથકની હદમાં આવેલી મહાદેવ હોટલ પાસે ઉભો છે. જે બાતમીના આધારે LCBના સ્ટાફે વર્ણન વાળા આઈસર ટેમ્પોને કોર્ડન કરીને તપાસ કરતા તેમાં આઈસર ચાલક પ્રકાશ ઉકાર અવાસિયા (રહે. બડા ભાવટા, તા.ભાભરા, અલીરાજપુર એમ.પી) મળી આવ્યો હતો.

આઈસર ટેમ્પો ખોલીને જોતા તેમાં રૂ.14,27,520ની કિંમતની વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની 469 પેટી જેમાં 12216 નંગ વિદેશી શારાબની બોટલો મળી આવી હતી. જયારે ડ્રાઈવર પાસે મળેલો મોબાઈલ ફોન તેમજ 10 લાખની કિંમતનો આઈસર ટેમ્પો મળીને 24,32,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો હતો. જયારે ડ્રાઈવરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે,મધ્યપ્રદેશના ભોપાલમાં રહેતા પ્રતિકસિંગે તેણે ફોન કરીને જણાવ્યું હતું કે, ભોપાલ બાઈપાસ પર પડેલા હરિયાણા પાર્સીંગના આઈસર ટેમ્પોને લઈને વડોદરા જવાનું છે. જે નિવેદનના આધારે ભોપાલના પ્રતિકસિંગ નામના શખ્સને વોન્ટેડ જાહેર કરીને વરણામા પોલીસ મથકે પ્રોહીબીશનનો ગુન્હો નોંધવામાં આવ્યો છે.

Advertisement

Trending

Exit mobile version