Vadodara

માંજલપુરમાં અસામાજિક તત્વોની તોડફોડ, 15 રિક્ષા-ટેમ્પોને નુકસાન

Published

on

માંજલપુરથી જીઆઇડીસી માર્ગ પર પવનનગર વિસ્તારમાં નાના ધંધાદારીઓ રીક્ષા અને ટેમ્પોના સહારે જીવનનિર્વાહ કરે છે.

  • દરરોજ વહેલી સવારે તેઓ ધંધા માટે નીકળે છે અને રાત્રે રીક્ષા રસ્તાની સાઈડમાં પાર્ક કરે છે જેથી કોઈ અવરોધ ન થાય.
  • ઘણા લોકોએ રીક્ષા હપ્તામાં લીધી છે, એટલે તેમના માટે આ વાહન જીવનધાર છે.
  • નજીકના સીસીટીવી કૅમેરામાં આ તોડફોડ કરતી વ્યક્તિઓના દ્રશ્યો કેદ થયેલા છે.

વડોદરાના માંજલપુરથી જીઆઇડીસી તરફ જતા રોડ પર જાહેરમાં કોઈને નડતરરૂપ ન હોય તેવા રિક્ષા સહિતના 14 થી 15 જેટલી રીક્ષા અને થ્રી વ્હીલ ટેમ્પો સહિતના વાહનોમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.



માંજલપુરથી જીઆઇડીસી તરફ જતા રોડ પર પવનનગર વિસ્તારમાં રહેતા ધંધાદારી લોકો રોજ પોતાની રીઢા તથા શાકભાજીનો ટેમ્પો ચલાવીને પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. રીક્ષા ચાલકો રોજ વહેલી સવારે પોતાની રીક્ષા, ટેમ્પો લઇ ધંધાર્થે નીકળી જતા હોય છે અને રાત્રિના સમયે કોઈને નડતરરૂપ ન થાય તે રીતના રિક્ષા રોડથી અંદરની સાઈડમાં પાર્ક કરે છે.

જ્યારે ઘણા લોકોની રિક્ષાના હપ્તા પણ ચાલુ છે. ત્યારે કેટલાક અસામાજિક તત્વો મોડી રાત્રિના સમય હથિયારો લઈને આવી આ ધંધાર્થી લોકોની રીક્ષા, થ્રી વ્હીલ ટેમ્પો સહિતના મળી 14 થી 15 વાહનોની તોડફોડ કરીને ફરાર થઈ ગયા હતા. સવારે માલિકો પોતાની રીક્ષા લઈને ધંધા માટે નીકળવા ઉઠયા હતા. તે દરમિયાન તેમની રિક્ષાના કાચ તોડી નાખેલા જોવા મળ્યા હતા.

જેના કારણે આ લોકોએ ત્યા લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા ત્યારે કેટલાક તત્વો આવીને રિક્ષાઓની તોડફોડ કરતા કેદ થઈ ગયા હતા. જેથી આ રીક્ષા ચાલકોએ નુકશાન કરનાર તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા સાથે તેમના ખર્ચાની વસૂલાત કરાવવા માગ કરી રહ્યા છે.

Trending

Exit mobile version