રાત્રિના સમયે બની ઘટના:રાત્રે ૯:૩૦ થી ૧૦:૦૦ વાગ્યાની આસપાસ કુદરતી હાજતે ગયેલા યુવાન સાથે આ દુર્ઘટના ઘટી.
તંત્ર અને પોલીસની દોડધામ:બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી.
સ્થાનિકોમાં રોષ:નદી કિનારે સુરક્ષા માટે ફેન્સિંગ કે ગ્રીલ ન હોવાને કારણે લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ફેલાયો છે.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી મગરોનું સુરક્ષિત આશ્રયસ્થાન બની ચૂકી છે, પરંતુ આ નદી હવે આસપાસના રહીશો માટે જીવલેણ સાબિત થઈ રહી છે. શહેરના કલાલી વિસ્તાર નજીક આવેલા તલસટ ગામે રાઠોડ વાસમાં રહેતા રણછોડભાઈ નામના યુવાન પર મગરે હુમલો કરી તેને મો*તને ઘાટ ઉતારી દીધાની અત્યંત કરુણ ઘટના સામે આવી છે.
🧐શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, તલસટ ગામમાં રહેતા રણછોડભાઈ ગત રાત્રે ૯:૩૦ થી ૧૦:૦૦ વાગ્યાના અરસામાં કુદરતી હાજતે ગયા હતા. આ દરમિયાન અચાનક તેમનો પગ લપસી જતાં તેઓ નજીકમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં ખાબક્યા હતા. આ વેળાએ નદીમાં પહેલેથી જ હાજર એક ખૂંખાર મગરે તેમની પર હુમલો કરી દીધો હતો અને તેમને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો, જેના કારણે તેમનું કરુણ મો*ત નીપજ્યું હતું.
આ અકસ્માતની જાણ થતા જ ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ જાણકરી, ગામ ના લોકો ને સાઈ ચેરિટેબલ ટ્રસ્ટ ના જયેશ પટેલ ના સહયોગ થી નદી માંથી ડેડ બોડી કાળી કાર્યકર્તાઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અચાનક બનેલી આ ગોઝારી ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અગાઉ પણ અનેક વખત આવી દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે, તેમ છતાં નદીની આસપાસ સુરક્ષા માટે ફેન્સિંગ કે કોઈ કાયમી કવચ ઊભું કરવામાં આવ્યું નથી.