Vadodara

રખડતા શ્વાનને દોરી વડે બાંધીને, સિમેન્ટની કોથળીમાં મુકીને નાળામાં ફેંકતા રોષ

Published

on

  • વાઘોડિયાથી આજવા ચોકડી તરફ જવાના રસ્તે વચ્ચે આવતા નાળામાં રખડતા શ્વાનને બાંધીને તેને સિમેન્ટની થેલીમાં મુકીને ફેંકી દેવાયો
  • વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી
  • રખડતા શ્વાન પર માણસે અમાનવીય અત્યાચાર ગુજાર્યો
  • યશ તડવીએ શ્વાનનું રેસ્ક્યૂ કરીને બચાવ્યો
  • હાલ શ્વાનને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યો છે

Vadodara : સંસ્કારી નગરી વડોદરા માં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં રખડતા શ્વાન  ને દોરી વડે બાંધીને તેને સિમેન્ટની કોથળીમાં મુકીને નાળામાં ફેંકી દેવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ શ્વાન પર રાહદારીનું ધ્યાન જતા તેણે તુરંત એનિમલ રેસ્ક્યૂઅર યશ તડવીને જાણ કરી હતી. યશ તડવીએ ગણતરીના સમયમાં ઘટના સ્થળ પર પહોંચીને શ્વાનનું રેસ્ક્યૂ કર્યું છે. શ્વાન ઇજાગ્રસ્ત થયું હોવાનું જણાતા તેને સારવાર અર્થે અન્ય એનજીઓમાં મોકલી આપવામાં આવ્યું છે. આ ઘટના સામે આવતા આવા અમાનવીય કૃત્યને અંજામ આપનારાઓ વિરૂદ્ધ લોકોને રોષ ફાટી નીકળ્યો છે.

Advertisement

હાલના સમયમાં શ્વાન પ્રેમી લોકોની સંખ્યા ઓછી, અને તેને ધિક્કારવા વાળા વધારે છે. જેને પગલે ક્યારે રખડતા શ્વાન જોડે અમાનવીય વર્તન કરવામાં આવતું હોવાની ઘટનાઓ સામે આવતી રહી છે. ત્યારે આજે સંસ્કારી નગરી વડોદરાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શહેરના વાઘોડિયાથી આજવા ચોકડી તરફ જવાના રસ્તે વચ્ચે આવતા નાળામાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા રખડતા શ્વાનને દોરી વડે બાંધીને તેને સિમેન્ટની થેલીમાં મુકીને ફેંકી દેવામાં આવ્યો હતો. આ અંગે રાહદારીનું ધ્યાન જતા તેણે તુરંત એનિમલ રેસ્ક્યૂઅર યશ તડવીને ફોન કર્યો હતો.

Advertisement

ઘટનાની જાણ થતા જ યશ તડવી તુરંત સ્થળ પર પહોંચ્યા હતા. અને નાળામાં વચ્ચોવચ ફેંકી દેવામાં આવેલા શ્વાનને લાકડાના ટુકડા વડે બહારની તરફ ખેંચીને બાદમાં તેને ઉંચકી લીધો હતો. આ શ્વાનને સિમેન્ટની થેલીમાંથી બહાર કાઢતા તેઓ ચોંક્યા હતા. કારણકે અંદરથી શ્વાનને બાંધી દેવામાં આવ્યો (Stray Dog Thrown – Vadodara) હતો. શ્વાનને ઇજાઓ પહોંચી હોવાનું ધ્યાને આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. આ ઘટના સામે આવતા આવું અમાનવીય કૃત્ય કરનારાઓ વિરૂદ્ધ રોષની લાગણી વ્યાપી જવા પામી છે. હવે આવા તત્વો સુધી પોલીસ કેટલા સમયમાં પહોંચે છે, અને તેમના વિરૂદ્ધ શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.

Advertisement

Trending

Exit mobile version