સુરત હેડ ઓફિસ ખાતે તપાસ કરતા રૂપિયા જમા થયા નથી તેમ કહેવામાં આવ્યું હતું. જેથી નાસીર પઠાણ રૂપિયા લઈને ફરાર..
- OP રોડના પંચમહાઇટ ખાતે આવેલી વિનસ મોબાઈલ.
- 4.90 લાખનું કેશ કલેક્શન બેંકમાં ભરવા ગયો,પરત નહીં ફરતા,ફોન સ્વીચ ઓફ આવતો હતો.
શહેરના OP રોડ વિસ્તારમાં આવેલી મોબાઇલ શોપ નો એક કર્મચારી કલેક્શનની રકમ લઈ ફરાર થઈ જતા તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.OP રોડના પંચમહાઇટ ખાતે આવેલી વિનસ મોબાઈલ ના સર્વિસ મેનેજર વૈભવ જાદવે પોલીસને કહ્યું છે કે ગઈ તા. 22મી એ નફીસ ખાન નાસીર ખાન પઠાણ રહે ગંગાનગર પંચવટી પાસે ગોરવાને 4.90 લાખનું કેશ કલેક્શન બેંકમાં ભરવા માટે આપ્યું હતું.
જ્યારે સાંજ સુધી તે પરત નહીં ફરતા તેને ફોન કર્યો હતો. પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી સુરત હેડ ઓફિસ ખાતે તપાસ કરતા રૂપિયા જમા થયા નથી તેમ કહેવામાં આવ્યું હતું. જેથી નાસીર પઠાણ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હોઈ પોલીસ ફરિયાદને આધારે અકોટા પોલીસે ગુનો દાખલ કર્યો છે.