Vadodara

સમા નર્મદા કેનાલ પર સોલાર પેનલની સફાઈ કરતો કર્મચારી કેનાલમાં ખાબક્યો,ફાયરબ્રિગેડે શોધખોળ શરૂ કરી

Published

on

શહેરના સમા વિસ્તાર માંથી પસાર થતી નર્મદા કેનાલ પર સોલાર પેનલો લગાવવામાં આવી છે. આ સોલાર પેનલની નિયમિત સફાઈ માટે નર્મદા નિગમ દ્વારા ઈજારો આપવામાં આવ્યો છે. જેમાં આજે સવારે સોલાર પેનાલની સફાઈ દરમિયાન એકાએક પેનલ તૂટી પડતા એક યુવક નર્મદા કેનાલમાં પડ્યો હતો. કર્મચારી કેનાલમાં પડતાની સાથે જ સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જયારે ફાયરબ્રિગેડ દ્વારા યુવકની શોધખોળ શરુ કરવામાં આવી છે.

Advertisement

વડોદરા શહેરમાં ગોલ્ડન ચોકડી તરફથી પ્રવેશીને શેરખી તરફ નીકળતી નર્મદા કેનાલમાં સમા વિસ્તારમાં નર્મદા નિગમ દ્વારા કેનલની ઉપરના ભાગે સોલાર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરવાનો અભિગમ વર્ષો પહેલા અપનાવવામાં આવ્યો હતો. આ સોલાર પેનલ પુરતા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરે તે માટે તેની સફાઈનો ઈજારો ખાનગી કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો છે. જે કોન્ટ્રાકટરના માણસો નિયમિત સોલાર પેનાલની સફાઈ કરતા હોય છે. આજે સવારના સમયે સફાઈ દરમિયાન નબળી પડી ગયેલી સોલાર પેનલ તેની ફ્રેમ પરથી તૂટી જતા તેની નજીક ઉભેલો ચંદ્રેશ અગ્રવાલ નામનો કોન્ટ્રાક્ટનો કર્મચારી કેનાલમાં ખાબક્યો હતો.

Advertisement

બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ફાયર લશ્કરોએ યુવકની શોધખોળની પ્રક્રિયા શરુ કરી હતી. કેનાલમાં ડૂબનાર યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે લાંબા સમયથી કર્મચારીઓ ઈજારદાર પાસે સેફ્ટીના સાધનો માંગે છે. પણ ઈજારદાર દ્વારા સાધનો આપવામાં આવતા નથી. જેના કારણે આજે અકસ્માતમાં અમારા ઘરના દીકરાને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટનાની જાણ સ્થાનિક નગરસેવકને થતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે હાલ સુધી યુવકની કોઈ ભાળ મળી નથી.

Advertisement

Trending

Exit mobile version