વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત સર્જાયો.ફુલ સ્પીડમાં આવી રહેલી કાર ટ્રકની પાછળ ઘૂસી ગઇ.
- કારમાં સવાર બે લોકોનાં ઘટના સ્થળે મોત નિપજ્યાં.કારનો કચ્ચરઘાણ થયો અને ટ્રાફિક પરિવર્તન થાય.
- પોલીસે ટ્રક ડ્રાઈવરનો નિવેદન લીધુ અને તપાસ ચાલે છે.મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ કરી પીએમ માટે મોકલવામાં આવ્યા.
- હાઈવે પર પસાર થનારા લોકોએ મદદરૂપ થવાના પ્રયાસ કર્યા.
વડોદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ચાલતી ટ્રકની પાછળ એક કાર ફુલ સ્પીડથી ઘૂસી જતા કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. અકસ્માત એટલો ભયાનક હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
ઘટનાની જાણ થતા તરત જ પોલીસે એક્સપ્રેસ વે પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહોને કારમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. અકસ્માત બાદ હાઈવે પરનો ટ્રાફિક પણ કેટલાક સમય માટે ખલેલગ્રસ્ત રહ્યો હતો.પ્રાથમિક તારણ મુજબ કાર ઓવરસ્પીડમાં હોવાને કારણે ચાલતી ટ્રકની પાછળ અથડાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકો સુરત શહેરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે અકસ્માતના કારણો અને સંજોગો અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ટ્રક ડ્રાઈવરનું નિવેદન લીધું છે તેમજ મૃતકોની ઓળખની પ્રક્રિયા શરૂ કરી છે.જાણકારોના જણાવ્યા અનુસાર, વધુ પડતી સ્પીડમાં વાહન ચલાવવાના કારણે આવા અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. હાઈવે પર પાસ થતા અનેક લોકોએ ઘટનાની જાણ થતાં મદદ માટે આગળ આવી રહ્યા હતા.