Vadodara

જંબુસરના મગણાદ ગામે ગમખ્વાર અકસ્માત સર્જાયો, ઉભેલી ટ્રકમાં ઇકો અથડાતા 6ના મોત

Published

on

  • જંબુસરના મગણાદ ગામે રોડ ઉપર ઉભેલી ટ્રકમાં ઇકો કાર પાછળથી ઘૂસી જતા કારનો કચ્ચરધાણ થઈ ગયો હતો
  • ઈકો કાર બેસેલા 6ના ઘટના સ્થળે કરુણ મોત: જ્યારે અન્ય ચારને સારવાર અર્થે વડોદરા ની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

જંબુસરના મગણાદ ગામેથી પરિવાર શુકલતીર્થ મેળામાં જવા માટે નીકળ્યો હતો તે દરમિયાન ક્રિષ્ના હોટેલ પાસેથી તે પસાર થઈ રહ્યા હતા ત્યારે વળાંક પર ઉભેલી ટ્રકમાં ઈકોગાડી ધડાકાભર ઘૂસી ગઈ હતી. કારનો ખુરદો બોલી ગયો હતો.

કારમાં સવાર લોકોની ચીચિયારીઓથી વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. ત્યારે અકસ્માતના ધડાકાના અવાજથી નજીકમાં આવેલી હોટેલ પરથી લોકો દોડી આવ્યા હતા . અકસ્માત ધડાકાભેર થતા કાર ચલાવતા ડ્રાઇવર સહિત છ લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જંબુસરના પાંચકડા ગામે રહેતા બે પરિવારના સભ્યો જંબુસર થી ભરૂચ તરફ શુકલતીર્થ મેળા માટે નીકળ્યા હતા તે દરમિયાન તેમને વળાંક ઉપર મીઠું ભરેલી ટ્રકની પાછળ ઇકો કાર ધડાકાભેર ઘુસી જતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો પોલીસ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવી ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે.

Trending

Exit mobile version