ઉંડેરા વિસ્તારમાં બંધ શાળાના મકાનમાં રહેતા વચ્ચે પરપ્રાંતિય યુવકો વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયો હતો. જેમાં એક યુવકે તિક્ષ્ણ હથિયારના ઘા મારીને અન્યને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જવાહર નગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ ઘટના સ્થળે દોડી આવી હત્યારાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પાડોશી યુવક દ્વારા જ સર્જીકલ બ્લેડનો ઘા મારી હત્યા કર્યા બાદ સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી. પોલીસે તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના હવાલે કર્યો હતો. વળી ભાજપના બક્ષીપંચ મોરચાના શહેર મંત્રીની પણ બે ભાઈઓ દ્વારા હત્યા કરાઈ હતી. ત્યારે અઠવાડિયામાં સમયમાં જ આ હત્યાનો ત્રીજો બનાવ ઉંડેરા વિસ્તારમાં બનવા પામ્યો છે.
ઉડેરા વિસ્તારમાં આવેલી એક શાળા બંધ હાલતમાં છે. આ શાળાના મકાનમાં બિહારના ચાર જેટલા પરપ્રાંતીય યુવકો રહેતા હતા. દરમિયાન કોઈ કારણોસર આયુષ યાદવ અને ધીરજ દાસ વચ્ચે ઝઘડો થયો હતો. જોત જોતામાં ઝઘડો એટલી હદે વધી ગયો કે આયુષ યાદવે કોઈ હથિયારના ઘા મારીને ધીરજ દાસને મોતને ઘાટ ઉતારી દીધો હતો. બંધ સ્કૂલમાં લોહીથી હાલતમાં ધીરજ દાસ ફસડાઈ પડ્યો હતો. ઘટનાની જાણ થતા જવાહર નગર પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમો પણ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે.
હત્યા કર્યા બાદ આયુષ જાદવ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો જેથી પોલીસ દ્વારા તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ પોલીસે મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે શાળા બંધ હોય ત્યારે આપવાનો પ્રાંતીઓને તેના બિલ્ડીંગમાં રહેવાની પરમિશન કોણે આપી? પોલીસે આ લોકો ક્યારથી આપ બિલ્ડીંગમાં રહેતા હતા તેની પૂછપરછ પણ શરૂ કરી છે.