રાજેસ્થાન પાર્સિંગની ટ્રકમાં દારૂનો જથ્થો ભરી વડોદરા દુમાડી ચોકડીથી પસાર થઇ અમદાવાદ તરફ જતા.
વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસની હદમાંથી છેલ્લા ઘણા સમયથી વિપુલ માત્રમાં દારૂનો ઝડપાઇ રહ્યો છે. પોલીસ દ્વારા સતત બુટલેગરો પર ચાંપતી નજર રાખવામાં આવી રહીં છે. છતાંય કોની મહેરબાનીથી કરોડો રૂપિયો જથ્થો ભરી ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરવામાં આવી રહીં છે ? તેવામાં વધુ એક વખત વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે 1 કરોડ 21 લાખનો દારુ ભરેલા ટ્રક સાથે બિશ્નોઇ બંધુઓની ધરપકડ કરી છે.
વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા દશરથ સ્થિત બાલાજી ટ્રેડર્સના ગોડાઉનમાં સ્ટેટ મોનિટરીંગ સેલે ગત તા. 16 જૂનના રોજ દરોડો પાડી 2 કરોડ 44 લાખના દારૂના જથ્થા સાથે મંગીલાલ બાબુરામ બિશ્નોઇ, કમલેશકુમાર માધારામ બિશ્નોઇ, અશોક ઉર્ફે અનિલ પપ્પુરામ બિશ્નોઇ અને પ્રવિણકુમાર પુનારામ બિશ્નોઇની સ્થળ પરથી ધરપકડ કરી હતી. પોલીસે આ ચારેયને કોર્ટમાં રજુ કરી 20 જુના સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જોકે આ સમગ્ર મામલની તપાસ વડોદરા પોલીસની ગુના નિવારણ શાખા (PCB) ને સોંપવામાં આવી હતી. આ બનાવને ત્રણ મહિના વિતી ચુંક્યાં છે. ત્યારે આ દારૂનો જથ્થો કોણે અને ક્યાંથી મંગાવ્યો હતો તેની સાથેની અન્ય વિગતો બહાર આવી નથી.
Advertisement
તેવામાં વધુ એક વખત વિપુલ માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે, રાજેસ્થાન પાર્સિંગની ટ્રકમાં દારૂનો જથ્થો ભરી વડોદરા દુમાડી ચોકડીથી પસાર થઇ અમદાવાદ તરફ જવાનો છે. જેથી પોલીસ વોચમાં ગોઠવાઇ અને બાતમી આધારની ટ્રક દેખાતા તેને કોર્ડન કરી રોકવામાં આવી હતી.
પોલીસે ટ્રકમાં તપાસ કરતા પ્લાસ્ટિક બેગની આડમાં રૂ. 1,21,58,880ની કિંમતની 16,512 નંગ દારૂની બોટલો મળી આવી હતી. જેથી ટ્રકમાં હાજર બે વ્યક્તિઓની નામ પુછતા ભજનલાલ સુખારામ બિશ્નોઇ (રહે. ચોહટન, જિ. બાડમેર, રાજસ્થાન) અને શિવપ્રકાશ રાજુરામ બિશ્નોઇ (રહે. ગુમાનપુરા, જોધપુર રાજસ્થાન) હોવાનું જણાવતા પોલીસે દારૂનો જથ્થો ટ્રક,મોબાઇલ ફોન સહિતની વસ્તુઓ મળી કૂલ રૂપિયા 1,36,75,880નો મુદ્દામાલ જપ્ત કરી બિશ્નોઇ બંધુઓની ધરપકડ કરી હતી.