Vadodara

વડોદરા જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે પાક નુકસાની અંગે સરવે કામગીરી હાથ ધરાઈ

Published

on

  • ખેતીવાડી વિભાગ દ્વારા 7 તાલુકાના 188 ગામોમાં પાક નુકસાનીના સરવે માટે ૫૯ ટીમો કાર્યરત

વડોદરા જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદ તેમજ ઉપરવાસમાં થયેલ ભારે વરસાદથી ડેમોમાંથી પાણી છોડવામાં આવતા જિલ્લાની નદીઓમાં પાણીના સ્તર વધતા જિલ્લાના 7 તાલુકાના ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે ખેતી અને બાગાયતી પાકોમાં નુકસાન થયું છે.આ પાક નુકસાની માટે જિલ્લા પંચાયતની ખેતીવાડીના શાખા દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે.ખેડૂતોના ખેતી પાકના નુકસાનીના સરવે માટે જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખા દ્વારા જિલ્લાના સાત તાલુકાના 188 ગામોમાં 59 જેટલી ટીમો પાક નુકસાની અંગે સરવે કરી રહી છે હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી નીતિન વસાવાએ જણાવ્યું છે.

Advertisement

તેમણે ઉમેર્યું કે વડોદરા જિલ્લામાં અતિવૃષ્ટિ અને પૂરના કારણે વિશ્વામિત્રી, ઢાઢર, દેવ, સૂર્યા અને જાંબુવા નદીના જળસ્તર વધતા વડોદરા, ડભોઈ, કરજણ, પાદરા, સાવલી, ડેસર અને વાઘોડીયા સહિત 07 તાલુકાના 188 ગામોમાં પાણી ખેતરોમાં પણ ફરી વળ્યા હતા. જેના કારણે કાંઠા વિસ્તારમાં ખેતી અને બાગાયતી પાકોમાં મોટા પાયે નુકશાન થયું છે. આ નુકસાની અંગે ખેતીવાડી શાખા દ્વારા અસરગ્રસ્ત ગામોમાં નુકસાની અંગે વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.

જિલ્લામાં અસરગ્રસ્ત ગામોમાં સરવે માટે ૫૯ ટીમો ખેડૂતોના ખેતરો સુધી જઈ સરવે કામગીરી કરી રહ્યા છે. જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારી અને  કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી છે.

આ ટીમો દ્વારા અસરગ્રસ્ત ખેતરોની  રૂબરૂ સ્થળ તપાસ કરી આગામી એક અઠવાડિયામાં પ્રાથમિકતાના ધોરણે ખેતી પાકોને નુકસાનીના અંદાજો મેળવવામાં આવશે.

Advertisement

આ સાથે અસરગ્રસ્ત ગામોમાં ટીમ દ્વારા થયેલ સર્વુ કામગીરીની રોજે રોજ સુપરવિઝન અને રીપોટીંગ ટીમ લીડર દ્વારા તાલુકા નોડલ અધિકારીશ્રી સાથે સંકલિત અહેવાલ પણ રજૂ કરવામાં આવે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Trending

Exit mobile version