આ પરિસ્થિતિએ સ્પષ્ટ સ્વચ્છતા અભિયાનની હકીકત પર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે આ ગંદકી મોટું દુઃખદાયક બની રહી છે
- આજે સ્પષ્ટ સ્વરછ વડોદરા દર્શાવ્યું
- આ સ્પષ્ટ રીતે vmc ના કામ ને દર્શાવે છે વગર વરસાદે ગટરો પાણીનો ગંદકી
- જ્યારે શહેરમાં સ્વચ્છતા પખવાડિયું ઉજવાઈ રહ્યું હોય આવી સ્વછતા..
વડોદરા શહેરના દિનેશ મીલ ગરનાળામાં અવારનવાર ગટરના દૂષિત પાણી ભરાઈ જવાની સમસ્યાનો ઉકેલ આવી રહ્યો નથી. આજે ફરી એક વખત ગટરના પાણી નદીની જેમ વહેતા અહીંથી પસાર થતાં લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.
શહેરમાં સ્વચ્છતા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે ત્યારે આજે દિનેશ મિલ ગરનાળા પાસે સ્વચ્છતાને પડકારતા દૃશ્યો જોવા મળ્યા હતા. વોર્ડ નં.12 વિસ્તારમાં સમાવિષ્ટ આ ગરનાળામાં દૂષિત પાણી નદીની જેમ વહેતું જોવા મળ્યું હતું. આ પરિસ્થિતિએ સ્વચ્છતા અભિયાનની હકીકત પર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે આ ગંદકી મોટું દુઃખદાયક બની રહી છે.
જ્યારે અહીંથી પસાર થનારા લોકોને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડે છે. દૂષિત પાણીના કારણે મચ્છરજન્ય રોગો સહિત આરોગ્ય સંબંધિત ગંભીર જોખમો ઊભા થયા છે. રહીશોનો આક્ષેપ છે કે કોર્પોરેશન સ્વચ્છતા અંગે માત્ર કાગળ પર અભિયાન ચલાવી રહી છે,
જ્યારે વાસ્તવમાં પરિસ્થિતિ અત્યંત દયનીય છે. શહેરમાં સ્વચ્છતા માટે કરોડો રૂપિયાનો ખર્ચ દર્શાવવામાં આવે છે છતાં અહીં પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી લોકો પરેશાન છે. રહીશોએ તંત્ર વિરુદ્ધ ભારે નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ લાવવાની માંગણી કરી હતી.