રાજ્ય પોલીસ વડા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ પરિપત્રમાં જણાવ્યા પ્રમાણે ટ્રાફિક બ્રિગેડમાં ત્રણ પાંચ અને દસ વર્ષ ની ફરજ બજાવનાર જવાનોને છૂટા કરવા જે પરિપત્ર ના અનુસંધાને વડોદરા ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરાઈ હતી
રાજ્ય પોલીસ વડા દ્વારા પ્રસિદ્ધ કરાયેલ પરિપત્ર માં જણાવ્યા અનુસાર ટ્રાફિક બ્રિગેડ માં ત્રણ પાંચ અને દસ વર્ષ થી ફરજ બજાવનાર જવાનોને ફરજમાંથી મુક્ત કરવા જે પરિપત્ર ને લઈ વડોદરા ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા 900 માંથી 400 ઉપરાંત ના ટ્રાફિક બ્રિગેડના જવાનોને છૂટા કરવા નો વારો આવ્યો છે જેને લઇ નોકરી ગુમાવવાની વીતીએ ચિંતામાં મુકાયેલ ટ્રાફિક બ્રિગેડના જવાનો દ્વારા સોમવારે વડોદરા શહેર ખાતે આ વેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી
પોલીસ ભવન ખાતે થયેલ રજૂઆતના અનુસંધાને ટ્રાફિક બ્રિગેડના જવાનોનું આવેદનપત્ર રાજ્ય પોલીસવાળાને પહોંચાડવામાં આવશે અને ત્યાંથી જે રીતની સૂચના આપશે તે પ્રમાણે ટ્રાફિક બ્રિગેડના જવાનો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે