Vadodara

લાલબાગ બ્રિજ પાસે મુખ્ય માર્ગ પર મોડી રાતે મગરની લટાર વાહનચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટયા

Published

on

વડોદરા શહેરમાં ચોમાસાની શરૂઆત સાથે જ મગરોની માનવ વસ્તી તરફની દોડ વધી જતી હોય છે. અને વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરમાં અનેક મગરો બહાર આવી ગયા હતા ત્યારે હવે વધુ એક વાર વિશ્વામિત્રી નદી ની જળસપાટી માં વધારો નોંધાતા ફરી મગરો મુખ્ય માર્ગ પર યહાં કે હમ સિકંન્દર સમજી બિન્દાસ લટાર મારવા આવી ચડતા મહાકાય મગરને જોઈ રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા

Advertisement

વડોદરા શહેરના મધ્ય માંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળસપાટી વધુ એકવાર વધતા નદીમાં વસવાટ કરતા મગરો મેદાનમાં આવ્યા છે અને વડોદરાનાં રાજમાર્ગો પર મગરનું કેટવોક જોવા મળી રહ્યું છે ત્યારે રાત્રી ના લાલબાગ બ્રિજ પાસે આવેલ મુખ્ય માર્ગ પર એક મગર લટાર મારતો નજરે ચડતા વાહનચાલકો અને રાહદારીઓને જીવ તાળવે ચોટયા હતા મગર ને લટાર મારતા જોઈ રાહદારીઓ, વાહનચાલકો રોડ પર જ ઉભા થઇ ગયા હતા જોકે મગર નું રેસ્ક્યુ કરવા રેસ્ક્યુ ટિમ પહોંચે તે પહેલા મગર લટાર મારતા મારતા નજીકમાં આવેલ કોતરમાં પાછો ફરી ગયો હતો જોકે વિશ્વામિત્રી નદી ની જળસપાટીમાં ઘટાડો થતા ની સાથે રહેણાંક વિસ્તારો માંથી મગરો ના રેસ્ક્યુ નો આંક પણ વધશે

Advertisement

Trending

Exit mobile version