Vadodara

વડોદરાના એક કોમ્પ્લેક્સ શર્મસાસાર કરતો કિસ્સો, શૌચાલય માંથી મળ્યું નવજાત શિશુ 

Published

on

વાઘોડિયા–ગાજરાવાડી લિંક રોડ પર આવેલ જગન્નાથ કોમ્પ્લેક્સમાં રહેનારાઓ તેમજ આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે.

  • કોમન શૌચાલયમાંથી તાજુ જન્મેલું મૃત બાળક મળ્યું.
  • સ્થાનિકો એ આ ઘટનાને માનવતા પર કલંક ગણાવી નિષ્ઠુર માતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો.

શહેરના વાઘોડિયા–ગાજરાવાડી લિંક રોડ પર આવેલ જગન્નાથ કોમ્પ્લેક્સમાં આજે સવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કોમ્પ્લેક્સના કોમન શૌચાલયમાંથી તાજુ જન્મેલું મૃત બાળક મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

જ્યારે સ્થળ પર ભેગા થયેલા લોકોએ આ ઘટનાને માનવતા પર કલંક ગણાવી નિષ્ઠુર માતા સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

પોલીસે સમગ્ર ઘટના અંગે પુરાવા એકત્ર કર્યા છે તેમજ કોમ્પ્લેક્સમાં રહેનારાઓ તેમજ આસપાસના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. પોલીસ હવે બાળકને ત્યજી ગયેલી માતાની ઓળખ છતી કરવા તપાસમાં લાગી છે.

Advertisement

Trending

Exit mobile version