Vadodara

વડોદરામાં પાલતુ કુતરા પર કાર ચડાવી,કૂતરા નું મૃત્યુ થતાં,સોસાયટી ના રહીશ સામે ગુનો દાખલ

Published

on

કુતરો ઘરની બહાર સોસાયટીના રોડ પાસે ફરતો હતો ત્યારે પ્રકાશભાઈ તેમની કાર લઈને પૂરો ઝડપે આવ્યા હતા અને આપણા પાલતુ કુતરા પર કાર ચડાવી તેને મારી નાખી ભાગી ગયા હતા.

  • 23મી તારીખે સવારે 10:00 વાગે હું મારી નોકરી પર જવા નીકળી,પાલતુ કુતરો મરણ ગયું
  • તેમને પોતાની ભૂલ સ્વીકારી હતી મારી વચ્ચે સમાધાન નહીં થતા ફરિયાદ કરી છે.

વડોદરામાં તરસાલીના મોતીનગરમાં રહેતા હેતાબેન ભટ્ટ મકરપુરા જીઆઇડીસીની જલારામ એન્જિનિયરિંગ કંપનીમાં એચ આર તરીકે નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે 23મી તારીખે સવારે 10:00 વાગે હું મારી નોકરી પર જવા નીકળી હતી.

જ્યારે હું રસ્તામાં હતી તે દરમિયાન મારી માતાએ ફોન કરીને મને ઘરે આવી જવાનું કહેતા હું ઘરે ગઈ હતી મારા ઘર પાસે અમારું પાલતુ કુતરો મરણ ગયું હતું મારી માતાને પૂછતા તેમને જણાવ્યું હતું કે આપણું કુતરો ઘરની બહાર સોસાયટીના રોડ પાસે ફરતો હતો ત્યારે પ્રકાશભાઈ તેમની કાર લઈને પૂરો ઝડપે આવ્યા હતા અને આપણા પાલતુ કુતરા પર કાર ચડાવી તેને મારી નાખી ભાગી ગયા હતા.

જ્યારે મેં પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસની ગાડી આવી ગઈ હતી અને પ્રકાશભાઈ પણ તેમના પત્ની સાથે પોલીસ સ્ટેશન આવ્યા હતા તેમને પોતાની ભૂલ સ્વીકારી હતી મારી વચ્ચે સમાધાન નહીં થતા ફરિયાદ કરી છે.

Trending

Exit mobile version