Vadodara

પોઇચા ખાતે નર્મદા નદીમાં નાહવા પડેલ સુરતના 8 લોકો ડૂબ્યા, 1 યુવકનો સ્થાનિકો દ્વારા આબાદ બચાવ જયારે અન્ય 7 લાપતા

Published

on

સુરત ખાતે રહેતા 8 પ્રવાસીઓ પોઇચા પાસે આવેલ નર્મદા નદીમાં ડૂબ્યા. 8 લોકોમાં 3 નાના બાળકો પણ હતા. જોકે, 8 પૈકી 1 વ્યક્તિનો સ્થાનિકો દ્વારા આબાદ બચાવ કરવામાં આવ્યો છે. જયારે 7 લોકો નદીના વહેણમાં તણાઈ જતા લાપતા બન્યા છે.

Advertisement

હાલમાં જ વડોદરા નજીક આવેલ કોટના બીચ પર નાહવા ગયેલ યુવાનોની ડૂબી જવાથી મોતની ઘટના સામે આવી છે. ત્યાં તો હવે આવો જ વધુ એક બનાવ પોઇચા થી સામે આવ્યો છે. જેમાં અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત સ્થાઈ થયેલ પ્રવાસીઓ નર્મદા જીલ્લાના રાજપીપળા તાલુકાના પોઇચા (નીલકંઠધામ)માં ફરવા માટે આવ્યા હતા.

Advertisement

જ્યાં પોઇચા (રાણીયા) ગામમાં આવેલ નર્મદા નદીમાં નાહવા 3 નાના બાળકો સહીત 8 લોકો નાહવા પડ્યા હતા. પરંતુ નદીમાં એક પછી એક તમામ 8 લોકો ડૂબવા લાગ્યા હતા. જે દરમિયાન બચાવ બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતા. જેમાં એક યુવાનને સ્થાનિકો ડૂબતા આબાદ બચાવ્યો હતો. જયારે અન્ય 7 હજુ પણ લાપતા થતા શોધખોળ ચાલી રહી છે. ઘટનાની જાણ થતા રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઇટરો પોઇચા પહોંચી શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version