Vadodara

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં 35 ટન શિરો ભક્તોને પ્રસાદી રૂપે વહેંચાશે

Published

on

વડોદરા ઇસ્કોન મંદિર ખાતે રથયાત્રા દરમિયાન પ્રસાદી નું વિતરણ કરવા 35 ટર્ન શીરો બનાવવા ની કામગીરી શરૂ કરવામાં આવી શીરાની પ્રસાદી માં 300 કિલો ઘી તેમજ 800 કિલો ડ્રાયફૂર્ટસ સહીત ની અન્ય સામગ્રી નો ઉપયોગ કરવામાં આવ્યો

વડોદરા શહેર માં આવતીકાલે અષાઢી બીજ ના રોજ ભગવાન જગન્નાથની 42મી રથયાત્રા વડોદરા શહેરમાં નીકળશે ભગવાન જગન્નાથ તેમજ બહેન શુભદ્રા અને ભાઈ બલવાન સાથે નગરચર્યા એ પધારતા હોવાથી લાખો ભક્તો તેમના દર્શન અર્થે ઉમટી પડે છે સાથે વડોદરા ઇસ્કોન મંદિર દ્ધારા 35 ટન શીરાના પ્રસાદનું ભક્તોને વિતરણ કરવામાં આવશે જે પ્રસાદી ની તૈયારીઓ આજે વહેલી સવાર થી જ ઇસ્કોન મંદિર પરિષદ માં શરૂ કરી દેવામાં આવી છે

Advertisement

ગત વર્ષ કરતા વધુ ભક્તો રથયાત્રા માં ઉમટી પડવાની સંભાવના હોવાથી ગત વર્ષ કરતા વધુ શીરાની પ્રસાદી બંનાવવા નો નિર્ણય ઇસ્કોન મંદિર દ્ધારા કરવામાં આવ્યો છે અને આજે વહેલી સવાર થી જ મંદિર પરિસદ માં 45 થી વધુ કારીગરો દ્ધારા મોટા મોટા સગડા પર આવતી કાલ માટે શુદ્ધ ઘી ના શીરાની પ્રસાદી બનાવવા ની કામગીરી હાથ ધરવામાં આવી છે

શીરા ની પ્રસાદી બનાવતા મુખ્ય કારીગર રમેશભાઈ કંદોઈ એ જાણવાયું હતું કે, આવતી કાલે રથયાત્રા દરમિયાન ભક્તો ને પ્રસાદી આપવા માટે શુદ્ધ ઘી નો શિરો બનાવવા ની કામગીરી માટે 45 થી વધુ કારીગરો કામે લાગી ગયા છે અને શીરાની પ્રસાદી માં 300 કિલો ઘી તેમજ 800 કિલો ડ્રાયફૂર્ટસ સહીત ની અન્ય સામગ્રી નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને 35 ટર્ન શિરો ની પ્રસાદી તૈયાર કરવામાં આવી રહી છે

આવતી કાલે નીકળનારી રથયાત્રા ને લઈને પોલીસ વિભાગ ના બૉબ સ્કોડ દ્ધારા મંદિર પરિસદ ની સુરક્ષાને ધ્યાને રાખી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું સાથે પાલિકા ની વિવિધ વિભાગો ની ટિમો પણ ઇસ્કોન મંદિર ખાતે પહોંચી હતી અને મંદિર પરિસદ ની સાફસફાઈ હાથ ધરવાની સાથે તૈયારીઓ અંગે સમીક્ષા પણ કરી હતી

વડોદરા શહેરમાં અષાઢી બીજ ના રોજ નીકળનારી ભગવાન જગન્નાથની 42મી રથયાત્રા ને પરંપરાગત શહેર ના મેયર નિલેશ રાઠોડ પહિંદવિધિ કરીને રથયાત્રાને રેલવે સ્ટેશને થી બપારે અઢી વાગ્યે પ્રસ્થાન કરાવશે અને લાખો ભકતો સાથે રેલવે સ્ટેશનેથી નીકળીલ રથયાત્રા સયાજીબાગ, કાલાઘોડા, સલાટવાડા નાકા, કોઠી કચેરી, રાવપુરા મુખ્ય માર્ગ, જ્યુબિલી બાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, ન્યાય મંદિર, મદનઝાપા રોડ, કેવડાબાગ થઇને પોલો ગ્રાઉન્ડ સામે બરોડા હાઇસ્કૂલ પાસે લગભગ સાજે 8 કલાકે પહોચશે

Advertisement

Trending

Exit mobile version