શહેરના ગોત્રી પોલીસે ભંગાર ફર્નિચરની આડમાં લઇ જવાતો 200 પેટી દારૂ ભરેલો ટ્રક ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. દારૂ ભરેલી બિનવારસી ટ્રક પોલીસે કબજે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓ ઝડપાયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે.
વર્ષના અંતિમ દિવસ 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ પોલીસ તંત્ર દ્વારા બુટલેગરો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી છે. આમ છતાં બુટલેગરો દ્વારા અવનવા કિમીયાઓ અજમાવીને દારૂ ઘૂસાડવામાં આવતો હોય છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના દરજીપુરામાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. તો બીજી બાજુ ગોત્રી પોલીસ દ્વારા ભંગારના ફર્નિચરના સામાની આડમાં લઇ જવાતો ભારતીય બનાવટનો 200 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં પોલીસના હાથે કોઇ લાગ્યું નથી.
જોકે, ગોત્રી પોલીસે ટ્રક નંબરના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આરોપીઓ ઝડપાયા બાદ ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. હાલ પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.