Vadodara

વડોદરાના લાલબાગ બ્રિજ નજીક 159 વર્ષ જૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા 3 લોકો દબાયા, રીક્ષા ચાલકને રિક્ષાનું પતરું કાપી બહાર કાઢવામાં આવ્યો

Published

on



વડોદરા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોય તેવું પુરવાર થયું. શહેરના લાલબાગ બ્રિજ નજીક વર્ષો જૂનો મહાકાય વડનું વૃક્ષ ધરાશાયી થતા નિર્દોષને ભોગ બનવાનો વારો આવ્યો. તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા 3થી વધુ લોકો દબાયા જતા ઈજાગ્રસ્ત થયા.

Advertisement

હજી તો ચોમાસાનું આગમન થયું નથી કે ત્યાં તો વાતવરણમાં આવેલ સામાન્ય ફેરફારના પવન ફુંકાતા શહેરના લાલબાગ બ્રિજ નજીક આવેલ એક મહાકાય તેમજ વર્ષો જૂનું વડનું વૃક્ષ અચાનક જ ધરાશાયી થઇ ગયું. અને આ વૃક્ષ ધરાશાયી થતા વૃક્ષ નીચે એક રીક્ષા ચાલક સહિત 3 લોકો દબાઈ જતા ભારે નાસભાગ મચી જવા પામી હતી.

આ અંગે ફાયર વિભાગની ટીમને જાણ થતા ફાયર વિભાગની ટિમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. જેમાં ભારે જેહમત બાદ રીક્ષા ચાલકને રિક્ષાનું પતરું કાપી બહાર કાઢવામાં આવ્યો હતો. આ દુર્ઘટનામાં રીક્ષા ચાલક ગંભીર રીતે ઘાયલ થતા 108 મારફતે સારવાર અર્થે SSG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો.

Advertisement

વૃક્ષ નીચે રિક્ષાની સાથે સાથે અન્ય કાર પણ દબાઈ જતા કારમાં સવાર 3 લોકોને પણ સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ બનાવને પગલે લોક ટોળા પણ ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જેના કારણે રોડ ડાયવર્ટ કરાતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા.

Advertisement

Trending

Exit mobile version