Vadodara

વિદેશની કોલેજોમાં એડમિશનના નામે ₹55 લાખની ઠગાઈ, ભેજાબાજ વિજય પરમાર ઝડપાયો

Published

on

વડોદરા અને સુરતમાં વિદેશ અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ સાથે લાખોની છેતરપિંડી કરનાર ભેજાબાજ વિજય પરમાર આખરે પોલીસના સકંજામાં છે.

  • ધરપકડ: 6 મહિનાથી ફરાર અને પોલીસને થાપ આપી રહેલો વિજય પરમાર આખરે વડોદરા ક્રાઈમ બ્રાન્ચના હાથે ભાયલી વિસ્તારમાંથી ઝડપાઈ ગયો છે.
  • ઠગાઈનું મોડસ ઓપરેન્ડી: આરોપી અટલાદરામાં ‘ખુશી ફાઇનાન્સિયલ સોલ્યુશન’ નામે ઓફિસ ચલાવી વિદેશ જવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરતો હતો. ફી ભરવાના નામે લાખો રૂપિયા પડાવ્યા બાદ તે વિદ્યાર્થીઓને બોગસ પેમેન્ટ રીસીપ્ટ આપી દેતો હતો.

🧐 ત્રણ મોટા કેસ:

  • છાણીનો વિદ્યાર્થી: કેનેડાની જ્યોર્જ બ્રાઉન કોલેજની ફીના નામે ₹24.47 લાખની ઠગાઈ.
  • સુરતનો વિદ્યાર્થી: યુનિવર્સિટી કેનેડા વેસ્ટમાં ફી અને ડિપોઝિટના નામે ₹17.62 લાખની છેતરપિંડી.
  • હરણીનો વિદ્યાર્થી: અમેરિકાની યુનિવર્સિટી ઓફ અલાબામાની ફીના બહાને ₹13.68 લાખ પડાવ્યા.

🚨તપાસની વિગત:

આરોપી પોતાની ધરપકડથી બચવા માટે અટલાદરાના જૂના નિવાસસ્થાન ‘આર્ય ઈલાઈટ-2’ માંથી શિફ્ટ થઈને ભાયલીના ‘ક્રિષ્ના વાટિકા ફ્લેટ’માં છુપાઈને રહેતો હતો. પોલીસને બાતમી મળતા જ ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી તેને દબોચી લીધો છે. અત્યાર સુધીમાં તેની સામે છાણી, હરણી અને સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચૂક્યા છે.

🫵પોલીસની ચેતવણી:“વિદ્યાર્થીઓએ વિદેશની ફી ભરતી વખતે અધિકૃત બેંકિંગ ચેનલોનો જ ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ એજન્ટને રોકડ આપતા પહેલા અથવા તેના દ્વારા અપાયેલી રીસીપ્ટની યુનિવર્સિટી પોર્ટલ પર ખરાઈ કરવી અત્યંત જરૂરી છે.”

Trending

Exit mobile version