Sports

વડોદરાના આશુતોષ મહિડા ભારત અંડર-19 એ ટીમમાં પસંદગી

Published

on


બરોડા ક્રિકેટ એસોસિએશન અત્યંત ગૌરવ સાથે જાહેર કરી  રહ્યું છે કે વડોદરાના આશાસ્પદ મીડિયમ-ફાસ્ટ બોલર આશુતોષ મહિડા ઈડીએફસી ફર્સ્ટ બેંક અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત અંડર-19 એ ટીમમાં પસંદગી પામ્યા છે. આ શ્રેણી 17 થી 30 નવેમ્બર 2025 દરમિયાન બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ, બેંગ્લુરુ ખાતે યોજાશે.

ત્રિકોણીય શ્રેણીમાં ભારત અંડર-19 એ, ભારત અંડર-19 બી અને અફઘાનિસ્તાન અંડર-19 ટીમો વચ્ચે અનેક મેચો રમાશે, જેની ફાઇનલ 30 નવેમ્બર 2025 રોજ ફાઈનલ સાથે થશે.

આશુતોષે 2024-25 કૂચ બિહાર ટ્રોફીમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં તેણે ૫ મેચમાં 16 વિકેટ ઝડપીને 23.94 શાનદાર એવરેજ અને 3.02 ઈકોનોમી રેટ સાથે બોલ પર ઉત્તમ નિયંત્રણ અને શિસ્ત દર્શાવી છે.

એસોસિએશન આશુતોષ મહિડાને આ પસંદગી માટે અભિનંદન પાઠવે છે અને આગામી ટુર્નામેન્ટમાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવે છે.

Trending

Exit mobile version