આ સૌથી મોટી સિદ્ધિ પર ડીએસડીઓ વડોદરા શ્રી વિસ્મય વ્યાસ આરુષ લાંજેવાર પરિવાર અને તેના કોચને અભિનંદન આપે છે.
જાપાનમાં ૧૫ થી ૨૬ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાવાની છે.
વર્ષના પ્રારંભમાં ત્રિવેન્દ્રમ (કેરળ) ખાતે યોજાયેલી નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫માં અરુષએ શાનદાર પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા હતા
વડોદરાની સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં તાલીમ લેતા અરુષ લંજેવાર હવે ટોક્યો ખાતે યોજાનાર ડેફલિમ્પિક્સ ૨૦૨૫માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ ૧૦૦ મીટર બટરફ્લાય, ૪×૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલ રીલે, ૪×૧૦૦ મીટર મેડલે રીલે અને ૪×૨૦૦ મીટર ફ્રીસ્ટાઈલ રીલે જેવી સ્પર્ધાઓમાં ભાગ લેશે. આ સ્પર્ધા ટોક્યો, જાપાનમાં ૧૫ થી ૨૬ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાવાની છે.
અરુષને મુખ્ય કોચ વિવેકસિંહ બોરલિયા અને કૃષ્ણ પંડ્યા તરફથી માર્ગદર્શન મળે છે, જ્યારે સુબોધકુમાર અને બિપિનકુમાર તેમનાં ટ્રેનર્સ તરીકે સતત સહકાર આપે છે. વર્ષના પ્રારંભમાં ત્રિવેન્દ્રમ (કેરળ) ખાતે યોજાયેલી નેશનલ ડેફ સ્વિમિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫માં અરુષએ શાનદાર પ્રદર્શન કરી અનેક મેડલ જીત્યા હતા.
જે તેમની પ્રતિભાને ઉજાગર કરે છે અને આ આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચવાનો માર્ગ તૈયાર કર્યો હતો. શિસ્ત, મહેનત અને અવિરત સંકલ્પના બળ પર અરુષ હવે ડેફલિમ્પિક્સના જલક્રીડાના મંચ પર ભારત માટે ગૌરવ મેળવવા તત્પર છે.