Politics

ભરૂચ AAPના ઉમેદવાર ચૈતર વસાવાની બંને પત્નીઓ એક સાથે ચૂંટણી પ્રચારમાં જોડાઈ

Published

on


લોકસભા 2024 ના ઇલેક્શનને લઈને ભરૂચ લોકસભા બેઠક માટે ઇન્ડિયા ગઠબંધનમાં ઉમેદવાર જાહેર કરાયેલા AAPના ચૈતર વસાવા આદિવાસી મતદારોને રીઝવવા માટે ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. જેમાં તેમની સાથે પાર્ટીના આગેવાનો અને સમર્થકો પ્રચાર કરી રહ્યા છે. પરંતુ હવે ચૈતર વસાવાના ધર્મપત્નીઓએ પણ પોતાના પતિની ચૂંટણી કમાન સંભાળી છે.

આદિવાસીઓના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાને લોકસભાની ચૂંટણીમાં વિજય બનાવવા માટે તેમના પરિવારે કમર કસી લીધી છે. એક તરફ ધારાસભ્ય ચૈતર વસવાનો પ્રચાર પૂર જોશમાં ચાલી રહ્યો છે. ત્યાં જ બીજી તરફ હવે આ ચૂંટણી પ્રચારના યુદ્ધમાં તેમની બંને પત્નીઓ પોતાના પતિની જીત માટે પ્રચાર મેદાનમાં ઉતરી છે. બંને પત્નીઓ નર્મદા જિલ્લામાં એક સાથે ફરી પુરજોશમાં પ્રચાર કરી રહી છે. ચૈતર વસાવાના બંને પત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન વસાવા ડોર ટુ ડોર પ્રચાર કરી રહી છે.

તો બીજી તરફ ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પણ ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને આગેવાનો પ્રચાર કરી રહ્યા છે. ગામે -ગામ, શેરીએ શેરીએ ફરીને ચૈતર વસાવા ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આવામાં ચૈતર વસાવાને સપોર્ટ કરવા તેમની ધર્મપત્નીઓ પણ ચૂંટણી પ્રચારમાં જોતરાઈ ગયા છે.

Trending

Exit mobile version