National

દિલ્હીમાં ઝેરી હવા – હવે આરોગ્ય ઈમરજન્સી જેવી પરિસ્થિતિ, ડૉ. ગુલેરિયાની તીવ્ર ચેતવણી

Published

on

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી હવાપ્રદૂષણનો સ્તર સતત છલાંગ લગાવી રહ્યો છે. AQI હાનિકારક સીમાને પાર કરી ચૂક્યું છે અને રાજધાની પર જાણે ‘મોતની ચાદર’ પથરાઈ ગઈ હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં ચરબી, ગળામાં બળતરા સહિતની તકલીફો સામાન્ય બની ગઈ છે.

AIIMSના પૂર્વ ડિરેક્ટર અને દેશના જાણીતા પલ્મોનોલોજિસ્ટ ડૉ. રણદીપ ગુલેરિયાએ આ જ પરિસ્થિતિ અંગે તાત્કાલિક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે – ફેફસાં નબળા હોય તેવા લોકોએ તો દિલ્હી તાત્કાલિક છોડીને જ જવું જોઈએ, કારણ કે હાલનું એર પૉલ્યુશન અત્યંત જોખમી છે અને સારવાર કરતા બચાવ વધારે મહત્વનો છે.

ગુલેરિયાના જણાવ્યા મુજબ—

  1. હાલની સ્થિતિ HEALTH EMERGENCY જેવી થઈ ગઈ છે

  2. PM 2.5 જેવા સૂક્ષ્મ કણો હવે ફક્ત ફેફસાંમાં નહીં, લોહી સુધી પહોંચી ગયા છે

  3. ઈન્ફ્લેમેશન, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ – બધું વધી રહ્યું છે

  4. પ્રદૂષણનો સીધો પ્રભાવ મગજ અને માનસિક સ્વાસ્થ્ય પર પણ

  5. લોકોમાં થાક, ચીડિયાપણું, મૂડ સ્વિંગ ઝડપથી વધી રહ્યા છે

સૌથી મોટું વિસંગત સત્ય એ છે કે જો કોઈની પ્રદૂષણના કારણે મૃત્યુ થાય, તો પણ ડેથ સર્ટિફિકેટમાં AIR POLLUTION કારણ તરીકે ક્યારેય નોંધાતું નથી, પરંતુ હકીકત એ છે કે આજના સમયમાં મોટાભાગની ગંભીર બીમારીઓમાં પ્રદૂષણ મુખ્ય ટ્રિગર છે.

જો કોઈ વ્યક્તિ દિલ્હી છોડીને ન જઈ શકે, તો ડૉ. ગુલેરિયાની સલાહ:

  • ફરજિયાત સારી ગુણવત્તાનું માસ્ક પહેરવું
  • ઘરના અંદરના હવાના સ્તરને સુધારવા એર-ફિલ્ટરનો ઉપયોગ

  • બિનજરૂરી બહાર જવું ઘટાડવું,બાળકો, વડીલો અને અસ્થમા/હાર્ટ દર્દીઓ ખાસ સતર્ક રહે
  • દિલ્હીના આ ઝેરી આકાશે હવે હકીકતમાં હવાની ગુણવત્તાને નહિ, જીવન ગુણવત્તાને જ પડકારવા શરુ કરી દીધું છે.

  • આ માત્ર પ્રદૂષણ નથી – આ ‘સન્તોષભર્યું ખામોશ મૃત્યુ’ છે.

Trending

Exit mobile version