મધ્ય પ્રદેશના બડવાની જિલ્લામાં નર્મદા પરિક્રમા માટે જઈ રહેલી બસ પલટી ગઈ,અકસ્માત બૈગુર ગામ પાસે સવારે આશરે 8 વાગ્યે બન્યો.
બસ પલટી જતા એક મહિલાનું મોત અને 55 યાત્રીઓ ઈજાગ્રસ્ત.
અકસ્ટમાત બસનું નિયંત્રણ ગુમાવવાના કારણે બન્યો હતો.
બે થી ત્રણ કલાકની મહેનત બાદ યાત્રીઓને બચાવવામાં આવ્યા.
બડવાની (મ.પ્ર.), 31 ઓક્ટોબર — મધ્ય પ્રદેશના બડવાની જિલ્લામાં આજે સવારે એક દુર્ઘટના બની હતી, જેમાં નર્મદા પરિક્રમા માટે નીકળેલી શ્રદ્ધાળુઓની બસ પલટી જતા એક મહિલાનું દુર્ભાગ્યે મોત થયું છે, જ્યારે 55 યાત્રીઓ ઈજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, આ અકસ્માત બૈગુર ગામની પાસે સવારે આશરે આઠ વાગ્યે બન્યો હતો. પોલીસ અધિક્ષક જગદીશ ડાવરે જણાવ્યું કે, બસ ચાલકે નિયંત્રણ ગુમાવતા બસ ડિવાઇડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. ઘટનાસ્થળની પાસે જ ઊંડી ખીણ હોવા છતાં બસ તેમાં ન પડતાં મોટો અનિષ્ટ ટળ્યો હતો.બસમાં કુલ 56 યાત્રીઓ સવાર હતા, જે ઇન્દોર અને ધાર જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટના બાદ આસપાસના ગ્રામજનો તાત્કાલિક મદદે આવ્યા હતા અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. ટૂંક સમયમાં SDERF અને પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. બે થી ત્રણ કલાકની ભારે મહેનત બાદ બસમાં ફસાયેલા યાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
બધા ઈજાગ્રસ્તોને નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી 15 લોકોની સ્થિતિ ગંભીર હોવાથી તેમને બડવાની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના લોકોની સારવાર ખેતિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ચાલી રહી છે.