National

માઉન્ટ આબુ ‘ફ્રિઝ’! ગુરુશિખર માઇનસ 2° પર પહોંચ્યું

Published

on

માઉન્ટ આબુનું તાપમાન તીવ્ર ઠંડીને લીધે સતત ઘટી રહ્યું છે.ગુરુશિખર શિખર પર તાપમાન માઈનસ 2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

  • ઠંડીના કારણે પોલો ગ્રાઉન્ડ અને વાહનના કાચ પર બરફનું પડતર જોવા મળ્યું.
  • નીચા તાપમાનથી ખુલ્લી પાણીની પાઈપલાઈનનું પાણી પણ થીજી ગયું છે.
  • ઠંડીના કારણે હોટેલોમાં બુકિંગમાં વધારો થયો છે.આગલા દિવસોમાં તાપમાન વધુ ઘટવાની શક્યતા.

રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળાની ઠંડી દિવસેને દિવસે તીવ્ર બનતી જાય છે. ઉત્તર ભારતમાં પડતી હિમવર્ષાના પ્રભાવથી માઉન્ટ આબુનો તાપમાન સતત નીચે ઉતરી રહ્યો છે. ગુરુશિખર પર તાપમાન માઇનસ 2 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા હિમસર્જાનું દૃશ્ય જોવા મળ્યું છે.

ઠંડીના કારણે પોલો ગ્રાઉન્ડ તેમજ શહેરના વિસ્તારોમાં વહેલી સવારના સમય બરફની પરત છવાતી જોવા મળી. વાહનોના કાચ પર પડેલો બરફ દૂર કર્યા પછી જ લોકો રસ્તા પર નીકળ્યા. ખુલ્લામાં રાખેલી પાણીની પાઇપલાઇનનું પાણી થીજી જતાં પાણી પુરવઠા પર પણ અસર થઈ.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન વધુ ઘટવાની શક્યતા છે. હાલની ઠંડીથી પ્રવાસીઓની અવરજવર થોડી ઘટી હોવા છતાં રાત્રિના સમય હોટેલોમાં બુકિંગમાં વધારો જોવા મળી રહ્યો છે, કારણકે અનેક પ્રવાસીઓ ખાસ ઠંડીનો આનંદ માણવા માઉન્ટ આબુની મુલાકાત લઈ રહ્યાં છે.

Trending

Exit mobile version