National

દિલ્હી એરપોર્ટ પર મોટી હોનારત ટળી: સ્વિસ એરના વિમાનમાં આગ લાગતા 6 મુસાફરો ઘાયલ

Published

on

  • એન્જિન ફેલ થતા અફરાતફરી: દિલ્હીથી ઝ્યુરિખ જતી સ્વિસ એરલાઇન્સના વિમાનના એન્જિનમાં ભીષણ આગ; 4 બાળકોઓ સહિત 232 મુસાફરો સવાર હતા.
  • 6 મુસાફરો ઈજાગ્રસ્ત: ઇમરજન્સી ઇવેક્યુએશન દરમિયાન 6 મુસાફરોને ઈજાઓ પહોંચી; હોસ્પિટલ ખસેડાયા.
  • પાયલટની સમયસૂચકતા: રનવે પર જ ટેકઓફ અટકાવીને મોટી દુર્ઘટના ટાળી; એરપોર્ટ પર સંપૂર્ણ ઇમરજન્સી જાહેર.
  • DGCA ની તપાસ: ગંભીર ટેકનિકલ ખામી કે બેદરકારી? ઉડ્ડયન વિભાગે તપાસના આપ્યા આદેશ.

દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે રવિવારે એક ભયાનક વિમાની દુર્ઘટના સર્જાતા સર્જાયા હતા. ટેકઓફ કરવા જઈ રહેલી સ્વિસ એરલાઇન્સની ફ્લાઇટના એન્જિનમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વિમાનના લેન્ડિંગ ગિયરમાં ભીષણ આગ લાગી હતી.

🧐6 મુસાફરો ઇજાગ્રસ્ત:

આ વિમાનમાં 4 બાળકોઓ સહિત કુલ 232 મુસાફરો સવાર હતા. આગ લાગ્યા બાદ વિમાનમાં સવાર મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ત્વરિત ઇમરજન્સી ઇવેક્યુએશન (મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાની પ્રક્રિયા) કરવામાં આવી હતી, જેમાં 6 મુસાફરોને સામાન્યથી મધ્યમ પ્રકારની ઈજાઓ પહોંચી છે. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

🛬પાયલટની સમજદારી અને તંત્રની કાર્યવાહી:

રનવે પર વિમાન દોડી રહ્યું હતું ત્યારે જ પાયલટને એન્જિન ફેલ થયાની જાણ થતા તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ટેકઓફ અટકાવી દીધું હતું. એરપોર્ટ પર તરત જ સંપૂર્ણ ઇમરજન્સી જાહેર કરી ફાયર ફાઈટરોની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. ઘટનાને પગલે એરપોર્ટના શિડ્યુલ પર પણ અસર પડી હતી. DGCA દ્વારા આ ગંભીર ટેકનિકલ ખામી અંગે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

🫵232 મુસાફરો માટે આ એક કસોટીભર્યો સમય હતો. જો પાયલટે તે સમયે ટેકઓફ અટકાવ્યું ન હોત તો પરિણામ ખૂબ જ ભયાનક આવી શક્યું હોત. હવે તપાસમાં શું બહાર આવે છે તે જોવું રહ્યું.

Trending

Exit mobile version